________________
મને છોડીને નાથ તું ક્યાંય ના જા મિલનમાં વિઘન શું નડે છે નડે છે તમે છો શિવમ્ ને તમે સુન્દરમ્ છો જગતમાં બધાનું તમે છોજ સોહમ્ અહમ્ મારું તુજમાં ગળે છે ગળે છે.
તમારી નજરનો બન્યો હું દિવાનો જરાક નજરતો પ્રભુ નાંખતો જા, ભલે ભક્ત ક્રોડો પ્રભુ છે તમારા, જરાસી જગા મારી પણ રાખતો જા. બડા યોગીઓ પણ તમારી નજરને કરે પામવા ઘોર તપની સફરને, છતાંયે તમારી મળે કે મળે ના નજર તે જરા દીનપર પાડતો જા. તમારી નજરની જરા ઝાંખી લેવા મથે છે ઘણા દેવ પણ છે જેવા, અને તો તમના ભરેલા તિમિરને નજરના કિરણથી પ્રભુ ઝાડ તોજા. તમારી નજર તો અમૃત કેરો સિંધુ ભર્યા દિવ્યરસથી પૂનમ કેરો ઇંદુ, અમારા સૂકાતા જીવનના ચમનને, નજરની અમીથી જરા સિંચતો જા. તમારી નજરથી બને દુષ્ટ સજ્જન મહાભોગી યોગી તૂટે મોહબંધન, ગુણ શ્રેણીના એકથી એક ઠાણે, નજર દોરથી તું મને ખેંચતો જા. નજર તારી શીતળ અને નિર્વિકારી, સદા સર્વસંતાપ સંહારનારી, નજરના ઈશારે કરે પાર સહુને, જરા મારું પાર ઉતારતો જા. નજરથી જગતમેં તું તો શાંતિ આપે, અને ભક્તની સર્વથા ભ્રાંતિ કાપે, નજરથી તર્યા ભવ્ય જીવો અનંતા, એતો મને પણ જરા તારતો જા.
તમારી તો સોબત અમોને ગમે છે. અમારી મહોબતની મંઝીલ તમે છો
[૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org