________________
પરંતુ થશે આપણો મેળ નક્કી પછી ભેદનો છેદ ઉડી જવાનો દિવાનો દિવાનો બન્યો હું દિવાનો
તમારે ઇશારે જગતમાં બધુંયે તમારી કૃપાથી જગતમાં બધુંયે ન માનેલું માલિક બને છે બને છે. તમારી ઝલકતા ખલકના અણુએ અણુએ ગજબની ઝગે ઝગે છે. પેલા ચાંદ સૂરજ સિતારા ગગનમાં તમારાજ તે જે ચમકતાં અગનમાં તડકતી તડિતને ભભકતા અગનમાં બધે જયોત તારી જલે જલે છે. વસંતી હવામાં ખીલેલા ચમનમાં પહાડો ખીણો વા ને મુંજવનમાં સરોવર કૂવાઓ, નદી ને ઝરણામાં બધે હાલ તારું ઝરે ઝરે છે. ગરજતો પયોધર ઘુઘવતો સમંદર સૂસવતી હવાઓ પહાડોની કંદર નસેનસ મહીં દોડતા લોહી અંદર બધે નાદ તારો રમે રમે છે. પ્રભો તારી પાછળ બન્યો હું દિવાનો તને છોડીને ક્યાંય હું ના જવાનો મને મૂકીને તુંય ક્યાં ભાગવાનો ? નજર તારી પાછળ ફરે ફરે છે. જગતના અણુએ અણુનો ઓ રાજા પુકારૂં તને મારી ભીતર તું આજા
[૧૬૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org