________________
સંયમ પંથે પ્રયાણ, પિતાશ્રી પૂ. મહાયશવિજય અને પુત્રશ્રી ધુરંધરવિજય- પિતા પુત્રનો દુન્યવી સંબંધ મુમુક્ષુ માટે ગુરુ-શિષ્યનો બન્યો. શાસ્ત્રાભ્યાસની સાથે સ્વયં ફુરણાથી એમનું કવિ હૃદય કાવ્ય સર્જન તરફ પ્રવૃત્ત થયું એમની કલમની પ્રસાદી એટલે જૈન સાહિત્યની અર્વાચીન ગઝલો. ભક્તિ રસ ને ગઝલના રંગમાં રંગી લે તેવી ક્ષમતા ધરાવતા કવિ ધુરંધરવિજય.
ગઝલ દિન રાત ગૂરૂં તો વહાલા, કેમ રીઝાતો નથી? અવિરત ઝરે આંસુ નયનથી તોય ભીંજાતો નથી? મારી નજર તુજથી મળીને ભાન હું ભૂલી ગયો પ્રેમમાં એવો પડ્યો કે રંગ એ જાતો નથી.....? હું ખેલ ખેલું ખલકના ને પલકમાં રીઝવું જગત પણ થયો છું લાચાર તુજથી તું જ સમજાતો નથી બોલને ઓ! બોલ વહાલા! કેમ મૌન ધરી રહ્યો ? તારે મારે ખરેખર કાંઈ પણ નાતો મળે ? દીલ દઈને દર્દ લીધું દેવ તારી પાસેથી તોય શું આ દીન પર તું રહમદિલ થાતો નથી ? તારા વિરહની આગમાં શેકાઈને તડપી રહ્યો પ્રેમની વર્ષા કરીને કેમ મલકાતો નથી.
[૧૬]
કાકા '—''
ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
- '
ક