________________
૯૦
(2) ઉકત પક્ષોનું તાત્પર્ય -
(૬) પહેલા ત્રણ ગુણસ્થાનોમાં અજ્ઞાન માનનારા અને પહેલા બે ગુણસ્થાનોમાં અજ્ઞાન માનનારા એમ બન્ને પ્રકારના કાર્યગ્રન્થિક વિદ્વાનો અવધિજ્ઞાનથી અવધિદર્શનને અલગ માને પરંતુ વિલંગજ્ઞાનથી અવધિદર્શનને અલગ માનતા નથી. તેઓ કહે છે કે, વિશેષ અવધિઉપયોગથી સામાન્ય અવધિઉપયોગ ભિન્ન છે, તેથી જેમ અવધિઉપયોગવાળા સમ્યક્ત્વીમાં અવધિજ્ઞાન અને અવધિદર્શન બન્ને અલગ અલગ છે તેવી રીતે અવધિ ઉપયોગવાળા અજ્ઞાનીમાં પણ વિલંગજ્ઞાન અને અવધિદર્શન વસ્તુતઃ ભિન્ન છે એ ખરું તેમ છતાં વિલંગજ્ઞાન અને અવધિદર્શન એ બન્નેના પારસ્પરિક ભેદની અવિવક્ષામાત્ર છે. ભેદ વિવક્ષિત ન રાખવાનું કારણ બન્નેનું સાદશ્યમાત્ર છે. અર્થાત્ જેમ વિલંગજ્ઞાન વિષયનો યથાર્થ નિશ્ચય નથી કરી શકતું તેવી જ રીતે અવધિદર્શન સામાન્યરૂપ હોવાના કારણે વિષયનો નિશ્ચય નથી કરી શક્યું.
પંચકર્મગ્રન્થપરિશીલન
આ અભેદવિવક્ષાના કારણે પહેલા મત અનુસાર ચોથા આદિ નવ ગુણસ્થાનોમાં અને બીજા મત અનુસાર ત્રીજા આદિ દસ ગુણસ્થાનોમાં અવધિદર્શન છે એમ સમજવું જોઈએ.
(ખ) સૈદ્ધાન્તિક વિદ્વાનો વિલંગજ્ઞાન અને અવધિદર્શન બન્નેના ભેદની વિવક્ષા કરે છે, અભેદની વિવક્ષા કરતા નથી. આ કારણે તેઓ વિભંગજ્ઞાનીમાં અવધિદર્શન માને છે. તેમના મતે કેવળ પહેલા ગુણસ્થાનમાં વિભંગજ્ઞાનનો સંભવ છે, બીજા આદિ ગુણસ્થાનોમાં નથી. તેથી તેઓ બીજા આદિ અગિયાર ગુણસ્થાનોમાં અવધિજ્ઞાન સાથે અને પહેલા ગુણસ્થાનમાં વિભંગજ્ઞાન સાથે અધિઠર્શનનું સાહચર્ય માનીને પહેલા ખાર ગુણસ્થાનોમાં અવધિદર્શન માને છે. અવધિજ્ઞાનીના અને વિભંગજ્ઞાનીના દર્શનમાં નિરાકારતા અંરા સમાન જ છે. તેથી વિભંગજ્ઞાનીના દર્શનની ‘વિભંગદર્શન' એવી અલગ સંજ્ઞા ન રાખતાં ‘અવધિદર્શન’ જ સંજ્ઞા રાખી છે.
સારાંશ એ કે કાર્યગ્રન્થિક પક્ષ વિલંગજ્ઞાન અને અવધિદર્શન એ બેના ભેદની વિવા કરતો નથી જ્યારે સૈદ્ધાન્તિક પક્ષ કરે છે. લોકપ્રકારા સર્ગ 3 શ્લોક 1057થી આગળ. આ મતભેદનો ઉલ્લેખ વિશેષણવતી ગ્રન્થમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કર્યો છે જેની સૂચના પ્રજ્ઞાપના પદ 18ની વૃત્તિ (લકત્તા) પૃ. 566 ઉપર છે. (12) આહારક - કેવલજ્ઞાનીના આહાર પર વિચાર
તેરમા ગુણસ્થાનના સમયે આહારકત્વનો અંગીકાર ચોથા કર્મગ્રન્થમાં (પૃ. 86) અને દિગમ્બર ગ્રન્થોમાં છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર 1.8ની સર્વાર્થસિદ્ધિ - ‘આજ્ઞાનુવારેન આહાપુ મિથ્યાવૃષ્ટચાવીનિ સયો અત્યાતિ ।’ તેવી જ રીતે ગોમ્મદ્રસારના જીવકાણ્ડની 665મી અને 697મી ગાથાઓ પણ જોવા જેવી છે.
ઉક્ત ગુણસ્થાનમાં અસાતવેદનીયનો ઉદય પણ બન્ને સંપ્રદાયના ગ્રન્થોમાં (બીજો કર્મગ્રન્થ ગાથા 22; કર્મકાણ્ડ ગાથા 271) માનવામાં આવ્યો છે. આ જ રીતે તે સમયે આહારસંજ્ઞા ન હોવા છતાં પણ કાર્યણશરીરનામકર્મના ઉદયના કારણે કર્મપુદ્ગલોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org