SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ચતુર્થકર્મગ્રન્યપરિશીલન * (10) અનાહારક અનાહારક જીવો બે પ્રકારના હોય છે - છદ્મસ્થ અને વીતરાગ. વીતરાગ જીવોમાં જે અરારીરી (મુક્ત) છે તે બધા સદા અનાહારક છે, પરંતુ જે વીતરાગ જીવો શરીરધારી છે તેઓ ક્વલિસમુઘાતના ત્રીજા ચોથા અને પાંચમા સમયમાં જ અનાહારક હોય છે. છદ્મસ્થ જીવો અનાહારક ત્યારે જ હોય છે જ્યારે તેઓ વિગ્રહગતિમાં વર્તમાન હોય. - જન્માન્તર ગ્રહણ કરવા માટે જીવને પૂર્વસ્થાન છોડીને બીજા સ્થાનમાં જવું પડે છે. બીજું સ્થાન પહેલા સ્થાનથી વિશ્રેણિપતિત (વરેખામાં) હોય ત્યારે જીવને વગતિ કરવી પડે છે. વક્રગતિ બાબતે અહીં ત્રણ વાતો પર વિચાર કરવામાં આવે છે ? (1) વિગ્રહગતિમાં વિગ્રહ (વળાંક)ની સંખ્યા, (2) વગતિના કાળનું પરિમાણ અને (3) વક્રગતિમાં અનાહારકત્વનું કાલમાન. (1) કોઈ ઉત્પત્તિસ્થાન એવું હોય છે કે જ્યાં જીવ એક વળાંક લઈને પહોંચી જાય છે, કોઈ સ્થાને પહોંચવા માટે તેને બે વળાંક લેવા પડે છે અને કોઈ સ્થાને પહોંચવા માટે ત્રણ વળાંક પણ લેવા પડે છે. નવું ઉત્પત્તિસ્થાન પૂર્વસ્યાનથી ગમે તેટલું વિશ્રેણિપતિત કેમ ન હોય પરંતુ જીવ ત્રણ વળાંકમાં તો અવશ્ય જ ત્યાં પહોંચી જાય છે. " આ વિષયમાં દિગમ્બર સાહિત્યમાં વિચારભેદ જણાતો નથી કેમ કે “વિટદવતિ ૨ સંસા: પ્રાચતુર્ણ તત્ત્વાર્થ 2.29 આ સૂત્રની સર્વાર્થસિક્રિટીકામાં શ્રી પૂજ્યપાદસ્વામીએ વધુમાં વધુ ત્રણ વળાંકવાળી ગતિનો જ ઉલ્લેખ ક્યું છે. તથા પ ો ગ્રીન વાડનાદ ' તત્ત્વાર્થ 2.30 આ સૂત્રના છઠ્ઠા રાજવાર્તિકમાં ભટ્ટારક અકલંકદેવે પણ વધુમાં વધુ ત્રણ વિગ્રહવતી ગતિનું જ સમર્થન ક્યું છે. નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી પણ ગોમ્મસારના જીવકાંડની 669મી ગાથામાં ઉક્ત મતનો જ નિર્દેશ કરે છે. શ્વેતાઅર ગ્રન્થોમાં આ વિષય પર મતમતાન્તર મળે છે. તત્ત્વાર્થસૂત્ર 2.29-30માં તથા શ્વેતામ્બરપ્રસિદ્ધ તત્ત્વાર્થભાષ્યમાં ભગવાન ઉમાસ્વાતિએ તેમ જ તે ભાષ્યની ટીકામાં શ્રીસિદ્ધસેનગણિએ ત્રણ વિગ્રહવાળી ગતિનો ઉલ્લેખ ર્યો છે અને સાથે સાથે જ ચાર વિગ્રહવાળી ગતિનો અન્ય મત પણ દર્શાવ્યો છે. આ મતાન્તરનો ઉલ્લેખ બૃહત્સંગ્રહણીની [325મી ગાથામાં અને શ્રી ભગવતી શતક 7 ઉદ્દેશક 1ની તથા શતક 14 ઉદ્દેશક 1ની ટીકામાં પણ છે. પરંતુ આ મતાન્તરનો જ્યાં પણ ઉલ્લેખ છે ત્યાં બધી જગાએ એ જ લખ્યું છે કે ચતુર્વિગ્રહગતિનો નિર્દેશ કોઈ પણ મૂલ સૂત્રમાં નથી. તેથી એવું જણાય છે કે આવી ગતિ કરનારા જીવો જ બહુ જ થોડા છે. ઉક્ત સૂત્રોના ભાષ્યમાં તો એ સ્પષ્ટ લખ્યું છે કે ત્રિવિગ્રહથી વધુ વિગ્રહવાળી ગતિનો સંભવ જ નથી. 'अविग्रहा एकविग्रहा द्विविग्रहा त्रिविग्रहा इत्येताश्चतुस्समयपराश्चतुर्विधा गतयो भवन्ति, परतो न સમવતિ ' ભાષ્યના આ કથનથી તથા દિગમ્બર ગ્રન્થોમાં વધુમાં વધુ ત્રિવિગ્રહ ગતિનો જ નિર્દેશ મળતો હોવાથી અને ભગવતી ટીકા આદિમાં જ્યાં પણ ચતુર્વિગ્રહગતિનો અન્ય મત ઉલ્લેખાયો છે ત્યાં બધી જગાએ તેની અલ્પતા દેખાતી હોવાના કારણે વધુમાં વધુ. ત્રણ વિગ્રહવાળી ગતિનો જ પક્ષ બહમાન્ય સમજવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy