________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
પાંચમો બોલ્યો, “ગુચ્છાઓનું શું પ્રયોજન ? તેમનામાંથી કેટલાંક ફળોને જ લઈ લેવાં એ સારું.’
અન્તમાં છઠ્ઠા પુરુષે કહ્યું, “આ બધા વિચાર નિરર્થક છે કેમ કે આપણે જે જોઈએ છે તે ફળો તો નીચે પડેલાં છે, શું તેમનાથી આપણું પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી?”
બીજું દષ્ટાન્તઃ છ પુરુષો ધન લૂંટવાના ઈરાદે જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગામે પહોંચીને તેમનામાંના એકે કહ્યું, ‘આ ગામને છિન્નભિન્ન કરી નાખો. મનુષ્ય, પશુ, પંખી જે કોઈ મળે તેમને મારો અને ધન લૂંટી લો.”
આ સાંભળી બીજો બોલ્યો, “પશુ, પક્ષી વગેરેને શા માટે મારવાં? કેવળ વિરોધ કરનારા મનુષ્યોને જ મારો.”
ત્રીજાએ કહ્યું, ‘બિચારી સ્ત્રીઓની હત્યા શા માટે કરવી? પુરુષોને જ મારો.” ચોથાએ કહ્યું, ‘બધા પુરુષોને નહિ પરંતુ જે સશસ્ત્ર હોય તેમને જ મારો.” પાંચમો બોલ્યો, “જે સશસ્ત્ર પુરુષો વિરોધ ન કરે તેમને શા માટે મારવા?'
છેવટે છઠ્ઠાએ કહ્યું, કોઈને મારવાથી શો લાભ? જે કોઈ રીતે ધનનું અપહરણ કરી રાકાય તે રીતે તેને ઉઠાવી લઈ લો અને કોઈને મારો નહિ. એક તો ધન લૂંટવું અને ઉપરથી તેના માલિકોને મારવા એ સારું નથી.’
આ બન્ને દષ્ટાન્તો દ્વારા લેરયાઓનું સ્વરૂપ સ્પષ્ટ જ્ઞાત થાય છે. પ્રત્યેક દષ્ટાન્તના છે છ પુરુષોમાં પૂર્વ પૂર્વ પુરુષનાં પરિણામોની અપેક્ષાએ ઉત્તર ઉત્તર પુરુષનાં પરિણામો શુભ, શુભતર અને શુભતમ જણાય છે. ઉત્તર ઉત્તર પુરુષનાં પરિણામોમાં સંક્લેરાની ન્યૂનતા અને મુક્તાની અધિક્તા મળે છે. પ્રથમ પુરુષના પરિણામને કૃષ્ણલેશ્યા, બીજાના પરિણામને નીલલેયા', આ રીતે ક્રમથી છઠ્ઠા પુરુષના પરિણામને “શુક્લલેરયા સમજવી જોઈએ. આવશ્યકહારિભદ્રીવૃત્તિ, પૃ. 24571 તથા લોકપ્રકાશ, સર્ગ 3 શ્લોક 363-380.
લેયાદ્રવ્યના સ્વરૂપ સંબંધી ઉક્ત ત્રણે મતો અનુસાર તેરમા ગુણસ્થાન સુધી ભાવલેયાનો સદ્દભાવ સમજવો જોઈએ. આ સિદ્ધાન્ત ગોમ્મસારના જીવાડને પણ માન્ય છે, કેમ કે તેમાં યોગપ્રવૃત્તિને લેરયા કહી છે, જેમ કે -
अयदोत्ति छलेस्साओ सुहतियलेस्सा दु देसविरदतिये।
तत्तो सुक्का लेस्सा अजोगिठाणं अलेस्सं तु ||1॥ સર્વાર્થસિદ્ધિમાં અને ગોમ્મદસારના અન્ય સ્થાનમાં કષાયોદયઅનુરંજિત યોગપ્રવૃત્તિને ‘લેરિયા’ કહી છે. જો કે આ કથનથી દસમા ગુણસ્થાન સુધી જ લેયાનું અસ્તિત્વ મળે છે પરંતુ આ કથન અપેક્ષાત હોવાના કારણે પૂર્વ કથનથી વિરુદ્ધ નથી પૂર્વ ધૂનમાં કેવળ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધન નિમિત્તભૂત પરિણામો લેયારૂપે વિવક્ષિત છે. અને આ સ્થનમાં સ્થિતિ, અનુભાગ આદિ ચારે બંધોનાં નિમિત્તભૂત પરિણામો લેરયારૂપે વિવક્ષિત છે, કેવળ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત પરિણામો જ નહિ, જેમકે - “માવતેશ્યા #ષાયોતિ યોજપ્રવૃત્તિતિ વૃક્વા બૌયિીત્યુને !' સર્વાર્થસિદ્ધિ, 2.6.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org