________________
પંચકર્મગ્રન્યપરિશીલન યથાર્થ (આત્મસ્વરૂપોનુખ) હોવાના કારણે વિપર્યાયરહિત હોય છે, જેને જન શાસ્ત્રમાં સમ્યકત્વ કહેલ છે.ll
ચોથીથી આગળની પાંચમી આદિ બધી ભૂમિકાઓને સમ્યગ્દષ્ટિવાળી જ સમજવી જોઈએ, કેમ કે તેમનામાં ઉત્તરોત્તર વિકાસ તથા દષ્ટિની શુદ્ધિ વધુ ને વધુ થતી જાય છે. ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપદર્શને ક્રવાથી આત્માને અપૂર્વ શક્તિ મળે છે અને તેને વિશ્વાસ થઈ જાય છે કે હવે મારો સાધ્યવિષયક ભ્રમ દૂર થઈ ગયો અર્થાત્ અત્યાર સુધી જે પૌદ્ગલિક અને બાહ્ય સુખને હું ઝંખી રહ્યો હતો તે પરિણામવિરસ, અસ્થિર અને પરિમિત છે; પરિણામસુન્દર, સ્થિર અને અપરિમિત સુખ સ્વરૂપપ્રાપ્તિમાં જ છે. અને ત્યારે તે વિકાસગામી આત્મા સ્વરૂપસ્થિતિ માટે પ્રયત્ન કરવા લાગે છે.
મોહની પ્રધાન શક્તિને અર્થાત્ દર્શનમોહને શિથિલ કરીને સ્વરૂપદર્શન કરી લીધા પછી પણ જ્યાં સુધી તેની બીજી શક્તિને અર્થાતું ચારિત્રમોહને શિથિલ ન ક્રવામાં આવે ત્યાં સુધી સ્વરૂપલાભ અથવા સ્વરૂપસ્થિતિ થઈ શકતી નથી. તેથી તે મોહની બીજી શક્તિને મન્દ કરવા માટે પ્રયાસ કરે છે. જ્યારે તે તે શક્તિને અંશતઃ શિથિલ કરી દે છે ત્યારે તેની વળી વધુ ઉત્સાત્તિ થઈ જાય છે જેમાં અંશતઃ સ્વરૂપસ્થિરતા યા પર પરિણતિત્યાગ હોવાથી ચોથી ભૂમિકાની અપેક્ષાએ અધિક શાન્તિલાભ થાય છે. આ દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાન છે.
આ ગુણસ્થાનમાં વિકાસગામી આત્માને એ વિચાર આવવા લાગે છે કે જો અલ્પવિરતિથી જ આટલો અધિક શાન્તિલાભ થયો તો પછી સર્વવિરતિથી અર્થાત્ જડ ભાવોના સર્વથા પરિહારથી કેટલો શાન્તિલાભ થશે? આ વિચારથી પ્રેરિત થઈને અને પ્રાપ્ત આધ્યાત્મિક જ્ઞાતિના અનુભવથી બળવાન બનીને તે વિકાસગામી આત્મા ચારિત્રમોહને અધિકાંશે શિથિલ કરીને પહેલાંની અપેક્ષાએ પણ અધિક સ્વરૂપસ્થિરતા યા સ્વરૂપલાભ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ ચેષ્ટામાં કૃતકૃત્ય થતાં જ તેને સર્વવિરતિ સંયમ પ્રાપ્ત થાય છે જેમાં પોલિક ભાવો પર મૂછ બિલકુલ રહેતી નથી અને તેનો બધો સમય સ્વરૂપની અભિવ્યક્તિ કરવાના કામમાં જ ખર્ચાય છે. આ સર્વવિરતિ નામનું છઠ્ઠ ગુણસ્થાન છે. આ છઠ્ઠા ગુણસ્થાનમાં આત્મકલ્યાણ ઉપરાંત લોકકલ્યાણની ભાવના અને તદનુકૂલ પ્રવૃત્તિ પણ થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક ઓછીવત્તી માત્રામાં પ્રમાદ આવી જાય છે.
પાંચમા ગુણસ્થાનની અપેક્ષાએ આ છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વરૂપની અભિવ્યક્તિ અધિક હોવાના કારણે જો કે વિકાસગામી આત્માને આધ્યાત્મિક અતિ પહેલાં કરતાં અધિક જ મળે છે તેમ છતાં વચ્ચે વચ્ચે અનેક પ્રમાદ તેને પતિના અનુભવમાં બાધા પહોંચાડે છે, તેને તે સહન કરી શક્તો નથી. તેથી સર્વવિરતિજનિત શાન્તિની સાથે અપ્રમાદજનિત વિશિષ્ટ શાન્તિનો અનુભવ કરવાની પ્રબળ લાલસાથી પ્રેરિત થઈને તે વિકાસગામી આત્મા પ્રમાદનો Tી. નિવિપર્યતા સર્નિાદ્યતે | सम्यक्त्वशालिनां सा स्यात् तच्चैवं जायतेऽङ्गिनाम् ।
- લોકપ્રકાશ, સર્ગ , શ્લોક 596.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org