________________
પંચકર્મગ્રન્યપરિશીલન કોઈ વસ્તુનું યથાર્થ દર્શન યા બોધ કરી લીધા પછી જ તે વસ્તુને પામવાની કે ત્યાગવાની ચેષ્ટા કરવામાં આવે છે અને તે સફળ પણ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્માના માટે પણ મુખ્ય બે જ કાર્ય છે. પહેલું કાર્ય સ્વરૂપ તથા પરરૂપનું યથાર્થ દર્શન અથવા ભેદજ્ઞાન કરવું અને બીજું કાર્ય સ્વરૂપમાં સ્થિત રહેવું આ બે કાર્યોમાંથી પહેલા કાર્યને રોકનારી મોહની શક્તિ જેન શાસ્ત્રમાં દર્શનમોહ કહેવાય છે અને બીજા કાર્યને રોકનારી મોહની શક્તિ “ચારિત્રમોહ કહેવાય છે. બીજી શક્તિ પહેલી શક્તિની અનુગ્રમિની છે અર્થાત્ પહેલી શક્તિ પ્રબળ હોય ત્યાં સુધી બીજી શક્તિ ક્યારેય નિર્બળ નથી હોતી, અને પહેલી શક્તિ મન્ડ, ભન્દતર અને મન્દતમ થતાં જ બીજી શક્તિ પણ ક્રમશઃ તેવી જ રીતે મન્ડ, મદતર અને મન્દતમ થવા લાગે છે. અથવા એમ કહો કે એક વાર આત્મા સ્વરૂપદર્શન કરી લે તો પછી તેને સ્વરૂપલાભ કરવાનો માર્ગ પ્રાપ્ત થઈ જ જાય છે.
અવિકસિત અથવા સર્વથા અધઃ પતિત આત્માની અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. તેમાં મોહની ઉક્ત બન્ને શક્તિઓ પ્રબળ હોવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ સાવ નિકષ્ટ અર્થાતુ તદ્દન નીચ હોય છે. આ ભૂમિકાના સમયે આત્મા ભલે ને આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલો કેમ ન કરી લે પરંતુ તેની પ્રવૃત્તિ તાત્ત્વિક લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેમ દિશાભ્રમવાળો મનુષ્ય પૂર્વદિશાને પશ્ચિમદિશા માનીને ગતિ કરે છે અને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી શક્તો નથી, તેનો બધો શ્રમ વ્યર્થ જ જાય છે, તેમ પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપ સમજીને તેને પામવા માટે પ્રતિક્ષણ લાલાયિત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાદષ્ટિના કારણે રાગ-દ્વેષના પ્રબળ ઘાનો શિકાર બનીને તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકાને જેન શાસ્ત્રમાં બહિરાત્મભાવ અથવા ‘મિથ્યાદર્શન’ કહેલ છે. આ ભૂમિકામાં જેટલા આત્માઓ રહેલા હોય છે તે બધાની આધ્યાત્મિક સ્થિતિ એક્સરખી નથી હોતી. અર્થાત્ બધા ઉપર મોહની સામાન્યતઃ બન્ને શક્તિઓનું આધિપત્ય હોવા છતાં પણ તેમાં ઓછોવત્તો તરતમભાવ અવય હોય છે. કોઈના ઉપર મોહનો પ્રભાવ ગાઢતમ હોય છે, કોઈના પર ગાઢતા હોય છે અને કોઈના પર તેનાથી પણ ઓછો અર્થાત્ ગાઢ હોય છે. વિકાસ કરવો એ પ્રાયઃ આત્માનો સ્વભાવ છે. તેથી જાણતા કે અજાણતા જ્યારે તેના ઉપર મોહનો પ્રભાવ ઓછો થવા લાગે છે ત્યારે તે કંઈક વિકાસ તરફ અગ્રેસર થઈ જાય છે અને તીવ્રતમ રાગ-દ્વેષને કંઈક મન્દ તો રતો મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન કરવા યોગ્ય આત્મબળ પ્રકટ કરી દે છે. આ સ્થિતિને જૈન શાસ્ત્રમાં ‘ગ્રન્થિભેદ કહેલ છે. 1. પત્તિ સુકુમેગો વવવધાઢ પૂઢઢિ ચ ા.
નવા વAનિમો ઘURIોસપરિમો 1195 भिन्नम्मि तम्मि लाभो सम्मत्ताईण मोक्खहेऊणं । કો, કુમો સમરિવાયાવિપેરિં 11961 सो तत्थ परिस्सम्मई घोरमहासमरनिग्गयाइ व्व । ર્વિન સિદ્ધિાને નદ વિધા તથા વિ 11197i
- વિશેષાવશ્યકભાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org