________________
પંચકર્મગ્રન્યપરિશીલન ચોથો કર્મગ્રન્ય અને આગમ, પંચસંગ્રહ તથા ગોમ્મસાર
જો કે ચોથા કર્મગ્રન્થનો કોઈ કોઈ વિષય (જેવો કે ગુણસ્થાન આદિ) વૈદિક તથા બૌદ્ધ સાહિત્યમાં નામાન્તર તથા પ્રકારાન્તરથી વર્ણવાયેલો મળે છે, તેમ છતાં ચોથા કર્મગ્રન્થની સમાન કોટિનો કોઈ ખાસ ગ્રન્થ ઉક્ત બન્ને સંપ્રદાયોના સાહિત્યમાં દેખાયો નથી.
જૈન સાહિત્ય શ્વેતામ્બર અને દિગમ્બર બે સંપ્રદાયોમાં વિભક્ત છે. શ્વેતામ્બર સંપ્રદાયના સાહિત્યમાં વિશિષ્ટ વિદ્વાનોની કૃતિરૂપ “આગમ અને “પંચસંગ્રહ’ એ પ્રાચીન ગ્રન્યો એવા છે જેમની અંદર ચોથા કર્મગ્રન્થનો સંપૂર્ણ વિષય મળે છે, અથવા તો કહો કે જેમના આધારે ચોથા કર્મગ્રન્થની રચના જ કરવામાં આવી છે.
જો કે ચોથા કર્મગ્રન્થમાં જેટલા વિષયો જે ક્રમમાં વર્ણવવામાં આવ્યા છે તે બધા તે જ ક્રમમાં કોઈ એક આગમ તથા પંચસંગ્રહના કોઈ એક ભાગમાં વર્ણવાયા નથી, તેમ છતાં ભિન્ન ભિન્ન આગમ અને પંચસંગ્રહના ભિન્ન ભિન્ન ભાગોમાં તેના બધા વિષયો લગભગ મળી જાય છે. ચોથા કર્મગ્રન્થનો ક્યો વિષય ક્યા આગમમાં અને પંચસંગ્રહના કયા ભાગમાં આવે છે એનું સૂચન પ્રસ્તુત અનુવાદમાં તે તે વિષયના પ્રસંગમાં ટિપ્પણીરૂપે યથાસંભવ કરી દીધું છે જેથી પ્રસ્તુત ગ્રન્યના અભ્યાસીઓને આગમ અને પંચસંગ્રહનાં કેટલાંક ઉપયુક્ત સ્થાનોની જાણકારી થાય તથા મતભેદ અને વિશેષતાઓનો પણ ખ્યાલ આવે.
પ્રસ્તુત કર્મગ્રન્થના અભ્યાસીઓ માટે આગમ અને પંચસંગ્રહનો પરિચય કરી લેવો લાભદાયક છે કેમ કે તે ગ્રન્થોના ગૌરવનું કારણ કેવળ તેમની પ્રાચીનતા જ નથી પરંતુ તેમની વિષયગંભીરતા તથા વિષયફુટતા પણ છે.
ગોમ્મદસાર દિગમ્બર સંપ્રદાયનો કર્મવિષયક એક પ્રતિષ્ઠિત ગ્રન્ય છે જે આજે ઉપલબ્ધ છે. જો કે તે શ્વેતામ્બરીય આગમ તથા પંચસંગ્રહની અપેક્ષાએ બહુ અર્વાચીન છે, તેમ છતાં તેમાં વિષયવર્ણન, વિષયવિભાગ અને પ્રત્યેક વિષયનાં લક્ષણ બહુ ફુટ છે. ગોમ્મસારના જીવકાર્ડ અને કર્મકાડ એ બે મુખ્ય વિભાગ છે. ચોથા કર્મગ્રન્થનો વિષય જીવકાડમાં જ છે અને તે આનાથી બહુ મોટો છે. જો કે ચોથા કર્મગ્રન્થના બધા વિષયો પ્રાયઃ જીવકાડમાં વર્ણવાયેલ છે તેમ છતાં બન્નેની વર્ણનશેલી ઘણા અંશોમાં ભિન્ન છે.
જીવકાંડમાં મુખ્ય વીસ પ્રરૂપણાઓ છે - (1) ગુણસ્થાન, (2) જીવસ્યાન, (3) પર્યામિ, (4) પ્રાણ, (5) સંજ્ઞા, (6-19) ચૌદ માર્ગણાઓ અને (20) ઉપયોગ. પ્રત્યેક પ્રરૂપણાનું તેમાં બહુ વિસ્તૃત અને વિશદ વર્ણન છે. અનેક ઠેકાણે ચોથા કર્મગ્રન્થ સાથે તેનો મતભેદ પણ છે.
એમાં સંદેહ નથી કે ચોથા કર્મગ્રન્થને ભણનારાઓ માટે જીવકાર્ડ ખાસ વાંચવા લાયક વસ્તુ છે, કેમ કે તેનાથી અનેક વિશેષ વાતો જાણી શકાય છે. કર્મવિષયક અનેક વિશેષ વાતો જેમ શ્વેતામ્બરીય ગ્રન્થોમાં મળે છે તેમ અનેક વિશેષ વાતો દિગમ્બરીય ગ્રન્થોમાં પણ મળે છે. આ કારણે બન્ને સંપ્રદાયના વિશેષ જિજ્ઞાસુઓએ એકબીજાના સમાનવિષયક ગ્રન્થો અવશ્ય વાંચવા જોઈએ. આ આશયથી અનુવાદમાં તે તે વિષયનું સામ્ય અને વૈષમ્ય દર્શાવવા માટે ઠેકઠેકાણે ગોમ્મસારના અનેક ઉપયુક્ત સ્થાનોને ઉઠ્ઠત અને નિર્દિષ્ટ કરવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org