________________
તૃતીયકર્મગ્રન્યપરિશીલન પ્રત્યેક માર્ગણામાં યથાસંભવ ગુણસ્થાનોને લઈને તે દર્શાવવામાં આવી છે. તેથી ઉક્ત બન્ને કર્મગ્રન્યોનો વિષય ભિન્ન હોવા છતાં પણ તેમનો પરસ્પર એટલો ઘનિષ્ઠ સંબંધ છે કે જે બીજા કર્મગ્રન્થને બરાબર ન ભણી લે તે ત્રીજા કર્મગ્રન્થને ભણવાનો અધિકારી બની શક્તો નથી જ. તેથી ત્રીજા કર્મકર્મગ્રન્થની પહેલાં બીજા કર્મગ્રન્થનું જ્ઞાન કરી લેવું જોઈએ. પ્રાચીન અને નવીન ત્રીજો કર્મગ્રન્ય
તે બન્નેનો વિષય સમાન છે. નવીનની અપેક્ષાએ પ્રાચીનમાં વિષયવર્ણન કંઈક વિસ્તારથી કરવામાં આવ્યું છે, આ જ ભેદ છે. તેથી નવીનમાં જેટલો વિષય 25 ગાથાઓમાં વર્ણવવામાં આવ્યો છે તેટલો જ વિષય પ્રાચીનમાં 54 ગાથાઓમાં વર્ણવવામાં આવ્યો છે. ગ્રન્થકારે અભ્યાસીઓની સરળતા માટે નવીન કર્મગ્રન્થની રચનામાં એ ધ્યાનમાં રાખ્યું છે કે નિપ્રયોજન શબ્દવિસ્તાર ન થાય અને વિષય પૂરો આવી જાય. તેથી ગતિ આદિમાર્ગણામાં ગુણસ્થાનોની સંખ્યાનો નિર્દેશ જેવી રીતે પ્રાચીન કર્મગ્રન્થમાં બન્ધસ્વામિત્વના કથનથી અલગ કરવામાં આવ્યો છે તેવી રીતે નવીન કર્મગ્રન્થમાં અલગ કરવામાં આવ્યો નથી, પરંતુ યથાસંભવ ગુણસ્થાનોને લઈને બધામિત્વ દર્શાવવામાં આવ્યું છે જેથી તેમની સંખ્યાને અભ્યાસી પોતે પોતાની મેળે જ જાણી લે નવીન કર્મગ્રન્થ છે સંક્ષિપ્ત પરંતુ તે એટલો પૂર્ણ છે કે તેનો અભ્યાસી થોડામાં જ વિષયને જાણીને પ્રાચીન બન્ધસ્વામિત્વને ટીકાટિપ્પણીની મદદ વિના જાણી શકે છે અને આ કારણે જ પઠનપાઠનમાં નવીન ત્રીજા કર્મગ્રન્થનો પ્રચાર છે. ગોમ્મટયા સાથે તુલના
ત્રીજા કર્મગ્રન્થનો વિષય ગોમ્મદસારના કર્મકાર્ડમાં છે પણ તેની શૈલી કંઈક ભિન્ન છે. ઉપરાંત, ત્રીજા કર્મગ્રન્થમાં જે જે વિષય નથી અને બીજા કર્મગ્રન્થ સાથેના સંબંધની દષ્ટિએ જે વિષયનું વર્ણન કરવું અભ્યાસીઓ માટે લાભદાયક છે તે બધા વિષયોનું નિરૂપણ કર્મકાડમાં છે. ત્રીજા કર્મગ્રન્થમાં માર્ગણાઓમાં કેવળ બધસ્વામિત્વ વર્ણવાયું છે પરંતુ કર્મકાર્ડમાં બન્ધસ્વામિત્વ ઉપરાંત માર્ગણાઓને લઈને ઉદયસ્વામિત્વ, ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વ પણ વર્ણવાયાં છે. [આના વિશેષ ખુલાસા માટે. ત્રીજા કર્મગ્રન્થનું પરિશિષ્ટ (ક) નં 1 જુઓ.) તેથી ત્રીજા કર્મગ્રન્થનો અભ્યાસ કરનારે તેને અવશ્ય જોવું જોઈએ. ત્રીજા કર્મગ્રન્થમાં ઉદયસ્વામિત્વ આદિનો વિચાર એટલા માટે કરવામાં આવ્યો લાગતો નથી કેમ કે બીજા અને ત્રીજા કર્મગ્રન્થને ભણ્યા પછી અભ્યાસી તેને પોતે પોતાની મેળે વિચારી લે. પરંતુ આજકાલ તૈયાર વિચારને બધા જાણી લે છે, પરંતુ સ્વતન્ત્ર વિચાર કરીને વિષયને જાણનારા બહુ ઓછા જોવામાં આવે છે. તેથી કર્મકાડની ઉક્ત વિશેષતાનો બધા ભણનારાઓએ લાભ ઉઠાવવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org