________________
ત્રીજું પ્રકરણ તૃતીયકર્મગ્રન્યપરિશીલન
પ્રસ્તુત પ્રકરણગ્રન્થનું ‘તૃતીય કર્મગ્રન્થ’ નામ પ્રસિદ્ધ છે પરંતુ તેનું અસલ નામ ‘બન્ધસ્વામિત્વ છે.
વિષય
માર્ગણાઓમાં ગુણસ્થાનોને લઈને બધસ્વામિત્વનું વર્ણન આ કર્મગ્રન્યમાં કરવામાં આવ્યું છે. અર્થાત્ કઈ કઈ માર્ગણામાં કેટલાં કેટલાં ગુણસ્થાનોનો સંભવ છે અને પ્રત્યેક માર્ગણાવર્તી જીવોની સામાન્યરૂપે તથા ગુણસ્થાનના વિભાગાનુસાર કર્મબન્ધ સંબંધી કેટલી યોગ્યતા છે એનું વર્ણન પ્રસ્તુત ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. માર્ગણા, ગુણસ્થાન અને તેમનું પારસ્પરિક અન્તર
(8) માર્ચણા - સંસારમાં જીવરાશિ અનન્ત છે. બધા જીવોના બાહ્ય અને આન્તરિક જીવનની બનાવટમાં ભિન્નતા છે. શું ડિલ-ડોળ, શું ઇન્દ્રિયરચના, શું રૂપ-રંગ, શું ચાલચલગત, શું વિચારશક્તિ, શું મનોબળ, શું વિકારજન્યભાવ કે શું ચારિત્ર - આ બધા વિષયોમાં જીવો એકબીજાથી ભિન્ન છે. આ ભેદવિસ્તાર કર્મજન્ય ઔદયિક, ઓપમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવો પર તથા સહજ પારિણામિક ભાવ પર આધારિત છે. ભિન્નતાની ગંભીરતા એટલી બધી છે કે આખું જગત ખુદ જ અજાયબઘર બની ગયું છે. આ અનન્ત ભિન્નતાઓને જ્ઞાનીઓએ સંક્ષેપમાં ચૌદ વિભાગોમાં વિભાજિત કરી છે. ચૌદ વિભાગોના પણ અવાન્તર વિભાગો કરવામાં આવ્યાં છે જે 62 છે. જીવોની બાહ્યઆંતરિક જીવન સંબંધી અનન્ત ભિન્નતાઓના બુદ્ધિગમ્ય ઉક્ત વર્ગીકરણને શાસ્ત્રમાં માર્ગણા’ કહે છે
(ખ) ગુણસ્થાન - મોહનું પ્રગાઢતમ આવરણ એ જીવની નિકૃતમ અવસ્થા છે. સંપૂર્ણ ચારિત્રશક્તિનો વિકાસ - નિર્મોહતા અને સ્થિરતાની પરાકાષ્ઠા - જીવની ઉચ્ચતમ અવસ્થા છે. નિકૃષ્ટતમ અવસ્થામાંથી નીકળીને ઉચ્ચતમ અવસ્થા સુધી પહોંચવા માટે જીવ મોહના પડદાને ક્રમશઃ દૂર કરે છે અને પોતાના સ્વાભાવિક ગુણોનો વિકાસ કરે છે. આ વિકાસમાર્ગમાં જીવને અનેક અવસ્થાઓ પાર કરવી પડે છે. જેમ થરમોમીટરની નળીના અંકો ઉષ્ણતાના પરિણામને દર્શાવે છે તેવી જ રીતે ઉક્ત અનેક અવસ્થાઓ જીવના આધ્યાત્મિક વિકાસની માત્રાને જણાવે છે. બીજા શબ્દોમાં, આ અવસ્થાઓને આધ્યાત્મિક વિકાસની પરિમાપક રેખાઓ કહેવી જોઈએ. વિકાસમાર્ગની કમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org