________________
અનુવાદક-ગ્રન્થમાલાસંપાદકનું નિવેદન
સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રન્થમાલામાં બારમા પુસ્તકરૂપે નિર્ભીક સત્યશોધક, કુશલ ચિન્તક અને પ્રતિભાસમ્પન્ન પ્રાજ્ઞપુરુષ પંડિત સુખલાલજીના કર્મવિષયક પાંચ હિન્દી લેખોનો સૌપ્રથમ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરતાં મને અતિ આનન્દ થાય છે. આ પાંચ હિંદી લેખો મૂળે પંડિતજીએ દેવેન્દ્રસૂરિના પ્રાકૃતમાં રચાયેલા પાંચ કર્મગ્રન્થોનો તેમણે જે વિવેચનયુક્ત હિન્દી અનુવાદ કરેલો તેની પ્રસ્તાવના રૂપે લખેલા છે. આ કર્મગ્રન્થો અનુક્રમે સન્ ૧૯૧૯, ૧૯૨૦, ૧૯૨૧, ૧૯૨૨ અને ૧૯૪૧માં આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડળે આગ્રાથી પ્રકાશિત કરેલા.
પંડિતજીની એ ખૂબી રહી છે કે તે જ્યારે કોઈ પણ વિષયની ચર્ચાવિચારણા કરે છે ત્યારે વ્યાપક દૃષ્ટિથી ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિએ જ કરે છે. પરિણામે વાચની કેટલીય પ્રશ્નગ્રન્થિઓ આપોઆપ ઊકલી જાય છે અને ચિત્ત પ્રસન્ન બને છે. તેમનું સર્વ ભારતીય ધર્મ-દર્શનોનું ઊંડું જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના હાર્દની તેમની સમજ કોઈને પણ દંગ કરી દે તેવાં છે. તેમની શૈલી લાઘવયુક્ત અને પ્રસન્ન છે.
કર્મસિદ્ધાન્ત ચાર્વાક સિવાય બધાં જ ભારતીય દર્શનોનો પાયાનો સિદ્ધાન્ત છે. તે બધાં દર્શનોનાં આચારશાસ્ત્રનો અને અધ્યાત્માસ્ત્રનો નિયામક છે. ભારતીય સાહિત્ય, કલા આદિ ઉપર પણ તેનો પ્રભાવ છે.
બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે મનુષ્ય કે વ્યક્તિ જે કર્મ કરે છે તે કર્મનું ફળ તેને જ મળે છે. શુભ કર્મનું ફળ સુખ છે અને અશુભ કર્મનું ફળ દુઃખ છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ પછીના જન્મમાં મળે છે. જીવ પોતાના કર્મ અનુસાર વિવિધ યોનિઓમાં જન્મે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ક્લાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બન્ધન નથી બનતાં. એ સ્થિતિમાં જીવને કેવળ પૂર્વજન્મોનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે છે. તેને પુનર્ભવ નથી. તે દેહપાત પછી મુક્ત બને છે. અન્તિમ જન્મમાં બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે. આ સર્વસ્વીકૃત છે.
-
કેટલાક કર્મસિદ્ધાન્ત પર આક્ષેપ કરે છે કે તે નિયતિવાદ અને નિરારાવાદ ભણી લઈ જાય છે, તેમાં પુરુષસ્વાતંત્ર્યને (freedom of willને) અવકારા જ નથી. પૂર્વ કર્મોને કારણે પુરુષ અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચક્ર ચાલ્યા જ કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે, એટલું જ નહિ તેમનાથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર – તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ - નિયત છે. આમાં પુરુષસ્વાતંત્ર્યને અવકારા ક્યાં રહ્યો ? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો ? આ શંકા યોગ્ય નથી. તે કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર તો પુરુષને ભિન્ન ભિન્ન રશક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ અને કેવો કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org