________________
૧૯
પ્રથમકર્મગ્રન્યપરિશીલન આ પરિણામ બાળકના અદ્ભુત જ્ઞાનતંતુઓનું છે તો તેની સામે શંકા થાય છે કે દેહ માતાપિતાનાં સુશોણિતથી બનેલો હોય છે, તો પછી તેમનામાં અવિદ્યમાન એવાં જ્ઞાનતંતુઓ બાળકના મસ્તિષ્કમાં ક્યાંથી આવ્યાં? ક્યારેક ક્યારેક માતાપિતાના જેવી જ જ્ઞાનશક્તિ બાળક્માં દેખાય છે એ વાત સાચી, પરંતુ તેમાં પણ પ્રશ્ન એ થાય છે કે આવો સુયોગ બાળને મળ્યો શા કારણે ? કોઈ કોઈ જગાએ એવું પણ જોવામાં આવ્યું છે કે માતાપિતાની યોગ્યતા બહુ જ ઉત્કૃષ્ટ હોય છે અને તેમના હજાર પ્રયત્નો છતાં પણ તેમનો પુત્ર ગમાર જ રહે છે.
એ તો સૌ જાણે છે કે એક સાથે જોડિયા તરીકે જન્મેલાં બે બાળકો પણ સમાન નથી હોતાં. માતાપિતાની દેખભાળ પણ બરાબર એકસરખી હોવા છતાં પણ એક સાધારણ જ રહે છે અને બીજું ઘણું આગળ નીકળી જાય છે. એકનો પિંડ રોગથી મુક્ત થતો નથી જ્યારે બીજો મોટા મોટા કુસ્તીબાજ સાથે બરાબરી કરે છે. એક દીર્ઘજીવી બને છે અને બીજો સેંડો પ્રયત્ન કરવા છતાં પણ યમનો અતિથિ બની જાય છે. એની ઈચ્છા સંયત હોય છે જ્યારે બીજાની અસંયત.
જે શક્તિ મહાવીરમાં, બુદ્ધમાં, શંકરાચાર્યમાં હતી તે તેમનાં માતાપિતાઓમાં ન હતી. હેમચન્દ્રાચાર્યની પ્રતિભાનું કારણ તેમનાં માતાપિતા નહિ માની શકાય. તેમના ગુરુ પણ તેમની પ્રતિભાનું મુખ્ય કારણ નથી, કેમ કે દેવચન્દ્રસૂરિના હેમચન્દ્રાચાર્ય સિવાય બીજા પણ શિષ્યો હતા, તો પછી શું કારણ છે કે બીજા શિષ્યોનાં નામ લોકો જાણતા સુધ્ધાં નથી જ્યારે હેમચન્દ્રાચાર્યનું નામ આટલું બધું પ્રસિદ્ધ છે. શ્રીમતી એની બિસેન્ટમાં જે વિશિષ્ટ શક્તિ દેખાય છે તે તેમનાં માતાપિતામાં ન હતી તેમ જ એની બિસેન્ટની પુત્રીમાં પણ નથી. વારુ, બીજાં પણ કેટલાંક ઉદાહરણોને જુઓ -
પ્રકારની શોધ કરનાર ડૉ. યંગ બે વર્ષની ઉમરે પુસ્તક બહુ સારી રીતે વાંચી શકતા હતા. ચાર વર્ષની ઉંમરે તેમણે બે વાર બાઈબલ વાંચી લીધું હતું. સાત વર્ષની ઉમરે તેમણે ગણિતશાસ્ત્ર ભણવાનું શરૂ કર્યું હતું. અને તેર વર્ષની ઉમરે તેમણે લેટિન, ગ્રીક, હિબુ, ફેંચ, ઇટાલિયન આદિ ભાષાઓ શીખી લીધી હતી. સર વિલિયમ રોવન હેમિલ્ટ એવી વિશિષ્ટ વ્યક્તિ હતા કે જેમણે ત્રણ વર્ષની ઉંમરે હિબ્રુ ભાષા શીખવાનો આરંભ ર્યો અને સાત વર્ષની ઉમરે તો તે ભાષામાં એટલું તો નૈપુણ્ય પ્રાપ્ત ર્યું કે ડબ્લિનની ટ્રીનિટી કોલેજના એક ફેલોએ સ્વીકારવું પડ્યું કે કોલેજનાં ફેલોના પદના પ્રાર્થીઓમાં પણ તેમના જેટલું કોઈનું જ્ઞાન નથી અને તેર વર્ષની ઉમરે તો તેમણે ઓછામાં ઓછી તેર ભાષાઓ ઉપર અધિકાર જમાવી લીધો હતો. ઈ.સ. 1892માં જન્મેલી એક કન્યા ઈ.સ. 1902માં અર્થાત્ દસ વર્ષની ઉમરે એક નાટકમંડળમાં જોડાઈ હતી. તેણે તે ઉમરે કેટલાંય નાટકો લખ્યાં હતાં. તેની માતાના કથન અનુસાર તે પાંચ વર્ષની ઉમરે કેટલીય નાનીમોટી કવિતાઓની રચના કરતી હતી. તેણે લખેલી કેટલીક કવિતાઓ મહારાણી વિકટોરિયાની પાસે હતી. તે સમયે તે ન્યાનું અંગ્રેજી જ્ઞાન પણ આશ્ચર્યજનક હતું, તે કહેતી હતી કે હું અંગ્રેજી ભણી નથી, પરંતુ હું અંગ્રેજી જાણું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org