________________
પંચકર્મગ્રન્યપરિશીલન બધાં પ્રતિષ્ઠિત દરનો માને છે, જેમ કે -
ન વિમાલિતિ પેનતિત્વતિ 35ii ૩૫૫દાંતે વાયુપથ્થતે ૨ 36 બહાસૂત્ર, અ.2 પા.1.
બનાવૃત્તિઃ શબ્દ નિવૃત્તિ: શાંતિ 22 બ્રહ્મસૂત્ર, અ.4 પા.4 (1) કર્મબન્ધનાં કારણ
જૈનદર્શનમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારને કર્મબન્ધનાં કારણો તરીકે દર્શાવવામાં આવેલ છે. તેમનો સંક્ષેપ પાછળનાં બે (કષાય અને યોગ) કારણોમાં કરાયેલો મળે છે. અધિક સંક્ષેપ કરીને કહેવું હોય તો કહી શકાય કે કષાય જ કર્મબન્ધનું કારણ છે. એમ તો કષાયના વિકારના અનેક પ્રકાર છે પરંતુ તે બધાનું સંક્ષેપમાં વર્ગીકરણ કરીને આધ્યાત્મિક વિદ્વાનોએ તેના રાગ અને દ્વેષ એ બે જ પ્રકારો માન્યા છે. કોઈ પણ માનસિક વિકાર હોય તો કાં તો તે રાગરૂપ (આસક્તિરૂ૫) હોવાનો કાં તો તે દ્વેષરૂપ (તાપરૂ૫) હોવાનો. એ પણ અનુભવસિદ્ધ છે કે સામાન્ય પ્રાણીઓની પ્રવૃત્તિ, ભલે ને ઉપરથી ગમે તેવી કેમ ન દેખાય પરંતુ તે કાં તો રાગમૂલક હોય છે કાં તો શ્રેષમૂલક હોય છે. એવી પ્રવૃત્તિ જ વિવિધ વાસનાઓનું કારણ હોય છે. પ્રાણી જાણી શકે કે ન જાણી રાકે, પરંતુ તેની વાસનાત્મક સૂક્ષ્મ સૃષ્ટિનું કારણ તેના રાગ અને દ્વેષ જ હોય છે. કરોળિયો પોતાની જ પ્રવૃત્તિ દ્વારા પોતે જ રચેલા જાળામાં ફસાય છે. જીવ પણ કર્મના જાળાને પોતાની જ બેસમજથી રચી લે છે. અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિ જેમને કર્મનાં કારણ કહેવામાં આવે છે તે પણ રાગ-દ્વેષના સંબંધથી જ કર્મનાં કારણ છે. રાગની યા દ્વેષની માત્રા વધતાં જ જ્ઞાન વિપરીતરૂપમાં બદલાવા લાગે છે. તેથી શબ્દભેદ હોવા છતાં પણ કર્મબન્ધના કારણની બાબતમાં અન્ય આસ્તિક દર્શનોની સાથે જેના દર્શનને કોઈ મતભેદ નથી. નૈયાયિક તથા વૈશેષિક દર્શનમાં મિથ્યાજ્ઞાનને, યોગદર્શનમાં પ્રકૃતિ-પુરુષના અભેદજ્ઞાનને અને વેદાન્ત આદિમાં અવિઘાને તથા જેનદર્શનમાં મિથ્યાત્વને કર્મનું કારણ દર્શાવાયું છે, પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈને પણ કર્મનું કારણ કેમ ન કહેવામાં આવે પરંતુ જો તેમાં કર્મની બન્ધર્તા (ર્મલેપ પેદા કરવાની શક્તિ) છે તો તે બન્ધતા રાગ-દ્વેષના સંબંધથી જ છે. રાગ-દ્વેષની ન્યૂનતા યા તેમનો અભાવ થતાં જ અજ્ઞાનપણું (મિથ્યાત્વ) ઓછું થાય છે યા નાશ પામે છે. મહાભારતમાં રાતિપર્વમાં આવતા વર્ષ વધ્યતે નન્તઃ' થનમાં પણ 'કર્મ' શબ્દનો અભિપ્રાય રાગ-દ્વેષ જ છે. (8) કર્મથી છૂટવાના ઉપાય
હવે એ વિચાર કરવો જરૂરી છે કે કર્મપટલથી આવૃત પોતાના પરમાત્મભાવને જેઓ પ્રગટ કરવા ઈચ્છે છે તેમના માટે ક્યાં ક્યાં સાધનોની અપેક્ષા છે.
જૈન શાસ્ત્રમાં પરમ પુરુષાર્થ મોક્ષ પામવાનાં ત્રણ સાધનો દર્શાવ્યાં છે - (1) સમ્યગ્દર્શન, (2) સમ્યજ્ઞાન અને (3) સમ્યખ્યારિત્ર ક્યાંક ક્યાંક જ્ઞાન અને ક્રિયા બેને જ મોક્ષનાં સાધન કહ્યાં છે. એવાં સ્થળોએ દર્શનને જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org