________________
પ્રથમકર્મગ્રન્યપરિશીલન
૧૧ ગણતરી, સંખ્યાની બહુલતા આદિના કારણે કર્મશાસ્ત્ર પર રુચિ નથી હોતી, પરંતુ તેમાં કર્મશાસ્ત્રનો શું દોષ? ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષયો પર ચૂલદર્શી લોકોની દષ્ટિ જામતી નથી અને તેમને રસ પડતો નથી, એમાં તે વિષયોનો શું દોષ? દોષ છે સમજનારની બુદ્ધિનો. કોઈ પણ વિષયના અભ્યાસીને તે વિષયમાં રસ ત્યારે જ પડે છે જ્યારે તે તે વિષયમાં તલ સુધી ઊતરે, તે વિષયના તલને સ્પર્શે.
વિષષ્ણવેશ કર્મશાસ્ત્ર જાણવાની ઇચ્છા રાખનારાઓ માટે એ આવશ્યક છે કે તેઓ ‘કર્મ” શબ્દનો અર્થ, ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં પ્રયુક્ત તેના પર્યાય શબ્દો, કર્મનું સ્વરૂપ, આદિ નિમ્ન વિષયોથી પરિચિત થઈ જાય તથા આત્મતત્ત્વ સ્વતંત્ર છે તે પણ જાણી લે. (1) કર્મ' શબ્દના અર્થો
‘કર્મ' શબ્દ લોવ્યવહાર અને શાસ્ત્ર બન્નેમાં પ્રસિદ્ધ છે.
તેના અનેક અર્થો થાય છે. સામાન્ય લોકો પોતાના વ્યવહારમાં કામ, ધંધો, વ્યવસાયના અર્થમાં 'કર્મ' શબ્દનો પ્રયોગ કરે છે. શાસ્ત્રમાં તેની એક ગતિ નથી. ખાવું, પીવું, ચાલવું, કંપવું આદિ કોઈ પણ જાતના હલનચલન માટે - ભલે પછી તે જીવનું હોય કે જડનું હોય - 'કર્મ' રાબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
કર્મકાંડી મીમાંસક યજ્ઞ, યાગ આદિ ક્વિાકલાપના અર્થમાં, સ્માર્ત વિદ્વાન બ્રાહ્મણ આદિ ચાર વર્ણોનાં તથા બ્રહ્મચર્ય આદિ ચાર આશ્રમોનાં નિયતકર્મના અર્થમાં, પૌરાણિકો વ્રત-નિયમ આદિ ધાર્મિક ક્રિયાઓના અર્થમાં, વૈયાકરણો કર્તા જેને પોતાની ક્રિયા દ્વારા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે વસ્તુના અર્થમાં અર્થાત્ જેના ઉપર કર્તાના વ્યાપારનું ફળ પડતું હોય તે વસ્તુના અર્થમાં, નેયાયિકો ઉલ્લેષણ આદિ પાંચ સાંકેતિક કર્મોના અર્થમાં ‘કર્મ રાબ્દનો વ્યવહાર કરે છે. પરંતુ જેને રાસ્ત્રમાં ‘કર્મ’ શબ્દથી બે અર્થ સમજવામાં આવે છે. પહેલો અર્થ છે રાગદ્વેષાત્મક પરિણામ જેને કષાય (ભાવર્મ) કહેવામાં આવે છે. અને બીજો અર્થ છે કાશ્મણ જાતિના પુગલવિશેષ જે કષાયના નિમિત્તથી આત્માની સાથે ચોટેલા હોય છે અને દ્રવ્યકર્મ કહેવાય છે. (2) કર્મશબ્દના કેટલાક પર્યાય
જેને દર્શનમાં જે અર્થ માટે ‘કર્મ' શબ્દનો પ્રયોગ થાય છે તે અર્થ માટે અથવા તેની સાથે કંઈક મળતા આવતા અર્થ માટે જેનેતર દર્શનોમાં આ શબ્દો મળે છે - માયા, અવિઘા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આરાય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દેવ, ભાગ્ય આદિ.
માયા, અવિઘા, પ્રકૃતિ આ ત્રણ શબ્દ વેદાન્ત દર્શનમાં મળે છે. તેમનો મૂળ અર્થ લગભગ તે જ છે જેને જેને દર્શનમાં ભાવકર્મ કહે છે. “અપૂર્વ’ શબ્દ મીમાંસા દર્શનમાં મળે છે. “વાસના’ શબ્દ બોદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે, પરંતુ યોગદર્શનમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. “આરાય’ શબ્દ ખાસ કરીને યોગ તથા સાંખ્ય દરનમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org