________________
પંચકર્મગ્રન્થપરિશીલન
શ્વેતામ્બર ગ્રન્થોમાં ક્યાંક કર્મબન્ધના ચાર હેતુ, ક્યાંક બે હેતુ અને ક્યાંક પાંચ હેતુ કહ્યા છે; દિગમ્બર ગ્રન્થોમાં પણ આ બધું વર્ણવાયું છે. (પૃ. 174, નોંધ)
બંધહેતુઓના ઉત્તર ભેદ બન્ને સંપ્રદાયોમાં સમાન છે (પૃ. 175, નોંધ). સામાન્ય તથા વિશેષ બહેતુઓનો વિચાર બન્ને સંપ્રદાયોના ગ્રન્થોમાં છે (પૃ. 181, નોંધ).
એક સંખ્યાના અર્થમાં રૂપ રાબ્દ બન્ને સંપ્રદાયના ગ્રન્થોમાં મળે છે (પૃ. 218, નોંધ). કર્મગ્રન્થમાં વર્ણવવામાં આવેલા દસ અને છ ક્ષેપ ત્રિલોકસારમાં પણ છે (પૃ. 221, નોધ)
ઉત્તર પ્રકૃતિઓના મૂલ બન્ધહેતુનો વિચાર જે સર્વાર્થસિદ્ધિમાં છે તે પંચસંગ્રહમાં કરવામાં આવેલા વિચારથી કંઈક ભિન્ન જેવો હોવા છતાં પણ વસ્તુતઃ તેના સમાન જ છે (પૃ. 227).
કર્મગ્રન્થ અને પંચસંગ્રહમાં એક જીવાશ્રિત ભાવોનો જે વિચાર છે ઘણા અંશોમાં તે વિચારના સમાન જ વર્ણન ગોમ્મદ્રસારમાં પણ છે (પૃ. 229).
૧૦૬
અસમાનમન્તવ્ય
શ્વેતામ્બર ગ્રન્થોમાં તેજ કાયના વૈયિશરીરનું ક્થન નથી પરંતુ દિગમ્બર ગ્રન્થોમાં છે (પૃ. 19, નોધ).
શ્વેતામ્બર સંપ્રદાયની અપેક્ષાએ દ્વિગમ્બર સંપ્રદાયમાં સન્ની-અસંજ્ઞીનો વ્યવહાર કંઈક ભિન્ન છે તથા શ્વેતામ્બર ગ્રન્થોમાં હેતુવાદોપદેશિકી આદિ સંજ્ઞાઓનું વિસ્તૃત વર્ણન છે પરંતુ દિગમ્બર ગ્રન્થોમાં નથી (પૃ. 39).
શ્વેતામ્બરશાસ્ત્રપ્રસિદ્ધ કરણાપર્યાપ્ત શબ્દના સ્થાને દિગમ્બર શાસ્ત્રમાં નિવૃત્ત્વપર્યાસ રાબ્દ છે. વ્યાખ્યા પણ બન્ને શબ્દોની કંઈક ભિન્ન છે (પૃ. 41).
શ્વેતામ્બર ગ્રન્થોમાં કેવલજ્ઞાન અને વલદર્શનના ક્રમભાવિત્વ, સહભાવિત્વ અને અભેદ એ ત્રણ પક્ષો છે પરંતુ દિગમ્બર ગ્રન્થોમાં સહભાવિત્વનો એક જ પક્ષ છે. (પૃ. 43). લેરયા તથા આયુના બન્ધ-અબન્ધની અપેક્ષાએ કષાયના જે ચૌદ અને વીસ ભેઠ ગોમ્મદ્રસારમાં છે તે શ્વેતામ્બર ગ્રન્થોમાં દેખાતા નથી (પૃ. 55, નોંધ).
અપર્યાપ્તઅવસ્થામાં ઔપરામિક્સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા ન થવા અંગે બે પક્ષો શ્વેતામ્બર ગ્રન્થોમાં છે પરંતુ ગોમ્મદ્રસારમાં આ બેમાંથી પહેલો પક્ષ જ છે (પૃ. 70, નોંધ).
અજ્ઞાનત્રિકમાં ગુણસ્થાનોની સંખ્યા બાબતે કર્મગ્રન્થમાં બે પક્ષો મળે છે પરંતુ ગોમ્મદ્રસારમાં એક જ પક્ષ છે (પૃ. 82, નોધ).
ગોટસારમાં નારકોની સંખ્યા કર્મગ્રન્થમાં વર્ણવવામાં આવેલી સંખ્યાથી ભિન્ન છે (પૃ. 119, નોધ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org