________________
૧૦૪
પંચકર્મગ્રન્યપરિશીલન ઔપશમિક - ચોથાથી આઠમા સુધીનાં પાંચ ગુણસ્થાનોમાં સમ્યકત્વ; નવમાથી અગિયારમા સુધીનાં ત્રણ ગુણસ્થાનોમાં સમ્યકત્વ અને ચારિત્ર બે ઔપશમિક ભાવો છે.
પારિણામિક - પહેલા ગુણસ્થાનમાં ત્રણેય; બીજાથી બારમા સુધીનાં અગિયાર ગુણસ્થાનોમાં જીવત્વ અને ભવ્યત્વ બે; અને તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં એક જીવત્વ જ પારિણામિક ભાવ છે.
શ્વેતામ્બર તથા દિગમ્બરનાં સમાન અસમાન માવ્યો ! સમાન મન્તવ્યો
નિશ્ચય અને વ્યવહાર દષ્ટિથી જીવ’ શબ્દની વ્યાખ્યા બન્ને સંપ્રદાયોમાં તુલ્ય છે (પૃષ્ઠ 4). આ સંબંધમાં ગોમ્મદસારના જીવકાર્ડનું પ્રણાધિકાર’ પ્રકરણ અને તેની ટીકા જોવા યોગ્ય છે.
માર્ગણાસ્થાન’ શબ્દની વ્યાખ્યા બન્ને સંપ્રદાયોમાં સમાન છે (પૃ. 4).
ગુણસ્થાન’ શબ્દની વ્યાખ્યાશૈલી કર્મગ્રન્ય અને જીવકાર્ડમાં ભિન્ન જેવી છે, પરંતુ તેમાં તાત્ત્વિક અર્થભેદ નથી (પૃ. 4).
ઉપયોગનું સ્વરૂપ બન્ને સંપ્રદાયોમાં સમાન મનાયું છે (પૃ. 5).
કર્મગ્રન્થમાં અપર્યાપ્ત સંશીને ત્રણ ગુણસ્થાનો મનાયાં છે, પરંતુ ગમ્મસારમાં પાંચ મનાય છે. આમ બન્નેનો સંખ્યા બાબતે મતભેદ છે, તેમ છતાં તે અપેક્ષાકૃત છે, તેથી વાસ્તવિક દષ્ટિએ તેમાં સમાનતા જ છે (પૃ. 12).
ક્વલજ્ઞાનીની બાબતમાં સંક્ષીત્વ તથા અસંજ્ઞીત્વનો વ્યવહાર બન્ને સંપ્રદાયના શાસ્ત્રોમાં સમાન છે (પૃ. 13).
વાયુકાયના શરીરની ધ્વજાકારતા બન્ને સંપ્રદાયોને માન્ય છે (પૃ. 20).
છામચિક ઉપયોગોનું કાલમાન અન્તર્મુહૂર્તપ્રમાણ બન્ને સંપ્રદાયોને માન્ય છે (પૃ. 20, નોધ).
ભાવલેણ્યા અંગેની સ્વરૂપ, દાન આદિ અનેક વાતો બન્ને સંપ્રદાયમાં તુલ્ય છે (પૃ. 33).
ચૌદ માર્ગણાઓના અર્થ બન્ને સંપ્રદાયમાં સમાન છે તથા તેમની ભૂલ ગાથાઓ પણ એકસરખી છે (પૃ. 47, નોધ).
સમ્યકત્વની વ્યાખ્યા બન્ને સંપ્રદાયોમાં તુલ્ય છે (પૃ. 50, નોધ).
વ્યાખ્યા કંઈક ભિન્ન જેવી હોવા છતાં પણ આહારના સ્વરૂપમાં બન્ને સંપ્રદાયોનો તાત્ત્વિક ભેદ નથી. શ્વેતામ્બર ગ્રન્થોમાં સર્વત્ર આહારના ત્રણ ભેદ છે અને દિગમ્બર ગ્રન્થોમાં ક્યાંક છ ભેદ પણ મળે છે (પૃ. 50, નોધ). 1. આમાં બધે સ્થાને ગ્રન્થનામ વિનાની પૃષ્ઠસંખ્યા હિન્દી ચોથા ગ્રન્થની (૫.સુખલાલજી)
સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org