________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
એવો કોઈ જ નિયમ નથી કે ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યા વિના અર્થજ્ઞાન થાય જ નહિ. અનેક લોકો એવા જોવામાં આવે છે કે જેઓ કોઈ પાસે ભણ્યા વિના જ મનન-ચિન્તન દ્વારા પોતાના અભીષ્ટ વિષયનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે.
હવે રહ્યો શાબ્દિક અધ્યયનનો નિષેધ તેના ઉપર અનેક તર્કવિતર્કો ઉત્પન્ન થાય છે, જેમ કે – જેનામાં અર્થજ્ઞાનની યોગ્યતા માનવામાં આવે તેને કેવળ શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય દર્શાવવાનું શું સંગત છે? શબ્દ તો અર્થજ્ઞાનનું સાધન માત્ર છે. તપ, ભાવના આદિ અન્ય સાધનોથી જે અર્થશાન સંપાદન કરી શકે તે તે જ્ઞાનને શબ્દ દ્વારા સંપાદન કરવા માટે અયોગ્ય છે એમ કહેવું ક્યાં સુધી સંગત છે ? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે તુચ્છત્વ, અભિમાન આદિ જે માનસિક દોષો દર્શાવવામાં આવે છે તે શું પુરુષજાતિમાં નથી હોતા? જો વિશિષ્ટ પુરુષોમાં ઉક્ત દોષોનો અભાવ હોવાના કારણે પુરુષ સામાન્ય માટે શાબ્દિક અધ્યયનનો નિષેધ કર્યો નથી તો શું વિશિષ્ટ પુરુષતુલ્ય વિશિષ્ટ સ્ત્રીઓનો સંભવ નથી? જો સંભવ નથી તો સ્ત્રી મોક્ષનું વર્ણન શા માટે કરવામાં આવે છે ? શાબ્દિક અધ્યયન માટે શારીરિક દોષોની સંભાવના કરવામાં આવી છે, તે શું બધી સ્ત્રીઓને લાગુ પડે છે ? જો કેટલીક સ્ત્રીઓને લાગુ પડે છે તો શું કેટલાક પુરુષોમાં પણ શારીરિક અશુદ્ધિની સંભાવના નથી ? જે પરિસ્થિતિ આવી છે તો પછી પુરુષજાતિને છોડીને સ્ત્રી જાતિને માટે શાબ્દિક અધ્યયનનો નિષેધ ક્યા અભિપ્રાયથી કરવામાં આવ્યો છે ? આ તર્કોના અંગે સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે માનસિક યા શારીરિક દોષ દેખાડીને શાબ્દિક અધ્યયનનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે પ્રાયિક જણાય છે અર્થાત્ વિશિષ્ટ સ્ત્રીઓ માટે અધ્યયનનો નિષેધ નથી. આના સમર્થનમાં આ કહી શકાય કે જો વિશિષ્ટ સ્ત્રી દષ્ટિવાદનું અર્થજ્ઞાન, વીતરાગભાવ, કેવલજ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકે છે તો પછી તેમનામાં માનસિક દોષોની સંભાવના જ ક્યાં રહી? તથા વૃદ્ધ, અપ્રમત્ત અને પરમ પવિત્ર આચારવાળી સ્ત્રીઓમાં શારીરિક અશુદ્ધિ કેવી રીતે દર્શાવી શકાય ? જેમને દષ્ટિવાદના અધ્યયન માટે યોગ્ય સમજવામાં આવે છે તે પુરુષો પણ, જેવા કે
સ્થૂલભદ્ર, દુર્બલિક પુષ્યમિત્ર આદિ, તુચ્છત્વ, સ્મૃતિદોષ આદિ કારણોના લીધે દષ્ટિવાદની રક્ષા ન કરી શક્યા. “તે ચિંતિયં મળે શીદર્વ વિડવ્ય આવશ્યવૃત્તિ પૂ. 698. ‘તતો ગાયાર્દિ કુબૂતિયપુસ્લમો તરૂ વાયરો વિશે, તો સો વ વિશે वायणं दाऊण आयरियमुवट्टितो भणइ मम वायणं देंतस्स नासति, जं च सण्णायघरे नाणुप्पेहियं, अतो मम अज्झरंतस्स नवमं पुव्वं नासिहिति ताहे आयरिया चिंतेति - जइ ताव एयस्स परममेहाविस्स ઉર્વ સાંતણ નારૂ મન્નસ વિનä વેવ !' આવકવૃત્તિ પૃ. 308.
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ સ્ત્રીઓને જ અધ્યયનનો નિષેધ શા માટે કરવામાં આવ્યો? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય - (1) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષોના મુકાબલે સ્ત્રીઓનું ઓછી સંખ્યામાં યોગ્ય હોવું અને (2) એતિહાસિક પરિસ્થિતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org