________________
કાશીદેશ વણારસી નયરી, અશ્વસેન છેરાયા.. હો.. રાયા. વામાદેવી તસ પટરાણી, શીલભૂષણ સોહાયા.. આનંદ૦ તસકુક્ષિમાં પાર્થપ્રભુજી, સ્વર્ગલોકથી આયા, પોષ વદિ દશમીદિન જન્મ્યા, મંગળગીત ગવાયા. આનંદ૦ અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા, માતા-પિતા પરણાવે, પ્રભાવતી કન્યાની સાથે, પાણિગ્રહણ કરાવે.. આનંદ૦ એક દિવસ પ્રભુ કમઠકાષ્ઠમાં, જલતો નાગ બચાવે, નમસ્કાર મહામંત્રસુણાવી, ધરણંદ્રબનાવે. આનંદ૦ ત્રીશવરસ ઘરવાસ વસીને, પ્રભુજી સાધુ ભાવે, એકદિવસ વિચરતાતાપસ-આશ્રમમાંહિ આવે.. આનંદ૦ તાપસ કમઠ મરીને ત્યાંથી, દેવ થયો મેઘમાળી, વડનીચે કાઉસગ્ગમાં પ્રભુને, જ્ઞાનવિર્ભાગે નિહાળી.. આનંદ૦ ઘોર કર્યા ઉપસર્ગ બહુવિધ, જલધારા વરસાવે, પ્રભુજીની નાસિકા સુધી, જલની ધારાઆવે.. આનંદ૦ ધરણેન્દ્રસિંહાસનકંપે, પ્રભુની પાસે આવે, નાગફણા શિરપર વિસ્તારી, જલવૃષ્ટિ અટકાવે.. આનંદ૦ કમઠાસુર ભયભીત બનીને, પાર્શ્વપ્રભુને ખમાવે, ધરણેન્દ્રપ્રભુભક્તિ કરીને, નિજસ્થાનકે જાવે.. આનંદ૦ એમ અનેક સહી ઉપસર્ગો, ઘાતિકર્મ ખપાવે, કેવળજ્ઞાનને કેવળદર્શન, પાર્થપ્રભુજી પાવે. આનંદ૦ સીત્તેરવર્ષ સુધી પ્રભુ વિચરી, સંમેતશિખરે આવે, શ્રાવણ સુદ આઠમને દિવસે, મોક્ષમાં પ્રભુજી સિધાવે.. આનંદ૦ એવી મનોહર ગુરૂની વાણી, સુણવા દિલડું તલસે, જંબૂકહે શ્રી પાર્શ્વચરિત્રને, સુણતાં હૈયું હર્ષે. આનંદ0 ૯૪ (રાગ - આવો આવો દેવ, મારાં સૂનાં સૂનાં દ્વાર ..) બાવીશમાં પ્રભુ નેમ, વંદું ધરી અતિ પ્રેમ શિવાદેવી કેરા લાલ, સમુદ્રવિજયરાજા પિતા, યાદવકુલ અભિરામ,
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org