SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ વર્ષની વયે પ્રભુને, ભણવાને બેસાડે, ત્રિકાળજ્ઞાની વીરપ્રભુને, પણ કોણ શિખવાડેરે. ખાંડનાં) સ્વર્ગલોકમાં એહઅવસરે, ઇંદ્રસિંહાસન ડોલે, બ્રાહ્મણરૂપ કરીને ઇંદ્ર, આવી સંશય ખોલેરે.. ખાંડનાં) પ્રભુજી સઘળા સંશયકેરા, ઉત્તર જલ્દી ભાખે, પંડિત આદિ સર્વજનોને, આશ્ચર્યમાંનાંખેરે..ખાંડનાં) રૂપે પ્રગટ કરી ઇંદ્રકહે છે, સાંભળો સહુ અવધારી, બાળક પણ મોટાએ જગમાં, ત્રણ જ્ઞાનના ધારીરે.. ખાંડનાં અનુક્રમે શ્રીવીરપ્રભુજી, યૌવનવયમાંઆવે, માતા-પિતા યશોદા નામે, કન્યાસહપરણાવેરે.. ખાંડનાં) પ્રિયદર્શના નામે તેથી, પ્રભુને પુત્રી થાવે, ભોગાવલી કમને જાણી, પ્રભુ સંસાર ચલાવેરે.. ખાંડનાં ઠાઠમાઠથી નિજ પુત્રીનું, પાણિગ્રહણ કરાવે, રાજકુમાર જમાલિસાથે, કન્યાને પરણાવેરે. ખાંડનાં) બાળકાળથી વૈરાગી પ્રભુ, નિજ આત્મામાં રમતા, સંસારમાંહી રહીને પણ કદી, મોહન દિલમાં ધરતારે.. ખાંડનો૦ માતા-પિતા અઠ્ઠાવીશવર્ષે, સ્વર્ગલોકમાં જાવે, જંબૂ કહેશ્રીવીરપ્રભુના, નામથી મંગળ થાવેરે. ખાંડનાં ૯૧(રાગ -રાખનાં રમકડાંને...) પાંચમાએ સ્વર્ગમાંથી આવે, હાંરે લોકાંતિકસુર આવે રે, વીરપ્રભુના ચરણે ભક્તિ-ભાવેશીષ નમાવેરે. પાંચમા તીર્થ પ્રવર્તાવો જગહિતકર, એમ પ્રભુને ભાખે, ત્રિકાળજ્ઞાની પ્રભુ છે તો પણ, પરિપાટીને રાખેરે. પાંચમા૦ દીક્ષા પૂર્વે એક વર્ષ પ્રભુ, દાન સંવત્સરી આપે, “ કોડો સૌનેયાને આપી, દારિદ્ર જગનાં કાપેરે.. પાંચમા - ત્રીશ વર્ષની વયે પ્રભુજી, સંયમ દિલમાં લાવે, દીક્ષા મહોત્સવ કરવા હર્ષે, દેવ ઇંદ્રાદિ આવે રે. પાંચમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy