SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છપ્પન દિક્કુમારી આવી, મંગળગીતો ગાવે, પ્રભુના ચરણે શિર નમાવી, નિજ નિજ ફરજ બજાવે રે .. વીરજીના પંચરૂપ કરી મેરૂ ઉપર, ઇંદ્રપ્રભુને લાવે, વીરપ્રભુજન્મોત્સવ કરવા, ચોસઠ ઇંદ્રો આવેરે .. વીરજીના તીર્થોદકના જળને લાવી, પ્રભુજીનેન્દ્વવરાવે, અસંખ્યદેવો પ્રભુની ઉપર, ક્ષીરની ધાર વહાવે રે .. વીરજીના મેરૂપરથી જંબૂદ્દીપમાં, ઈંદ્રપ્રભુને લાવે, માતાને સોંપી પ્રભુજીને, સ્વર્ગલોકમાં જાવે રે .. વીરજીના૦ ક્ષત્રિયકુંડનગરમાં ઓચ્છવ, ઠામઠામ મંડાયા, ધ્વજ પતાકા તોરણ મંડપ, ઘેર ઘેર બંધાયાં રે .. વીરજીના બાર દિવસ વીત્યે રાજા સહુ, સાજનને બોલાવે, જમાડીને સન્માન કરીને, વાણી એમ સુણાવે રે ... વીરજીના૦ પુત્રએ ગર્ભે આવ્યો ત્યારથી, લીલાલ્હેર જ થાવે, ધન ધાન્ય ને સોનું રૂપું, સઘળું વધ વધ થાવે રે .. વીરજીના૦ તે માટે એ કુમારનું અમે, વર્ધમાન એમ નામ, સૌ સાજનની સાખે સુંદર, સ્થાપીએ અભિરામ રે ... વીરજીના૦ પારણીયે ઝુલતા અંગુઠમાં, પાન અમૃતનું કરતા, સર્વ જગતને આનંદ કરતા, વીરપ્રભુ ઉછરતા રે .. વીરજીના૦ બાલકવયમાં આમલકી, ક્રીડામાં સર્પ હઠાવે, તાડપિશાચ હણીને પ્રભુજી, વીરનું નામ ધરાવે રે .. વીરજીના૦ જંબૂ કહે ત્રણભુવનમાં એ, પ્રગટ્યો અનુપમ દીવો, ત્રિશલાજીના નાનડીયા મારા, વીકુંવર ઘણું જીવો રે.. વીરજીના ૯૦ (રાગ - રાખનાં રમકડાં ...) ખાંડનારમકડાંને વ્હેચ્યાં, હાંરે માત-પિતાએ વ્હેચ્યાંરે, વીરકુંવરજી નિશાળમાંહિ ભણવા જ્યારે બેસ્યારે... ખાંડનાં૦ લેખણ પાર્ટી પોથી વ્હેચી, વ્હેચ્યાં પેડા બરફી, નાનાં મોટાં સૌ બાળકનાં, હૈયાં ઉઠ્યાં હરખીરે. ખાંડનાં૦ ૬૧ Jain Education International For Private & Personal Use Only ૩ ૪ ૫ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ 133 ૧૩ ૧ www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy