________________
ક્ષમાનમ્રતા આર્જવ તુષ્ટિ, તપ અને સંયમ, સત્ય શૌચ ને અકિંચનતા, ધરતા જે વળી બ્રહ્મ... ગાવો૦ ઇમદશવિધ યતિધર્મો પાળે, ટાળે સંયમદોષ, આધ્યાત્મિક રંગે રંગાયા, નથી રોષને તોષ... ગાવો૦ શ્રાવકનું કર્તવ્ય બતાવે, ઉપદેશી વ્રત બાર, સમકિતનાં દૂષણને ટાળે, પહેરાવે શણગાર..ગાવો૦ સાર્થવાહ છે શિવનગરીના, ચાલો ભવિજન સાથ, જંબૂકહે એવા ગુરૂજીને, વંદુ દિવસને રાત... ગાવોટ ૫૭ (રાગ - મારી વેણીમાં ચાર ચાર ફૂલ.... ) ગુરૂવાણીમાં બોધ છે વિપુલ, આવો સખી સુણવાને નિત્ય અમૂલ, ગુરૂજી છે દીવા જ્ઞાનથી દીપતા, અજ્ઞાન ટાળે છે દૂર, ગુરૂજીના મુખથી જ્ઞાનથી મહેકતાં, ખરે છે સુંદર ફૂલ. ગુરૂવાણીમાં) ધર્મ લહ્યા વિના ચાર ગતિમાં, કાળ ગુમાવ્યો અમૂલ, નારક તિર્યંચ ભવમાંહિ પામ્યા, વેદના અતિપ્રતિકૂલ. ગુરૂવાણીમાં પુણ્યઉદયે આજ નરભવ પામ્યા, ધર્મ સામગ્રી અનુકૂલ, આયદિશને વળી નીરોગી કાયા, મળ્યું ઉત્તમ કૂલ. ગુરૂવાણીમાં) જંગમતીર્થ ગુરૂરાજ પધાર્યા, જાગ્યાં છે પુષ્યઅંકુર, જૈનધર્મને તમે પ્રેમે આરાધો, શિવસુખનું છે એ મૂલ. ગુરૂવાણીમાં) શંકા વિગેરે સમકિતનાં પાંચ, દૂષણ ટાળે છે દૂર, સમકિતભૂષણ પાંચ પહેરાવી કાઢે છે મિધ્વાત્શૂળ, ગુરૂવાણીમાં, સમકિત રત્નને શુદ્ધ બનાવે, આનંદ આવે અતુલ, શ્રાવકને યોગ્ય કરણી બતાવે, બતાવ્રત અણુ-સ્થૂલ. ગુરૂવાણીમાં અધ્યાત્મભાવની અંબાડી કરીને, ઉપશમરસની ઝુલ, સંયમહાથી પર બેસીને ચાલે, શિવસુખલેવા અતુલ. ગુરૂવાણીમાં શાંતસુધારસભરેલી મીઠી, વાણી વર્ષાવિ ભરપુર, સંસારના સવિતાપ મીટાવી, કરે છે ચિત્ત પ્રફુલ્લ ગુરૂવાણીમાં)
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org