________________
અક્ષત આચારને પાળો, દોષોને દૂરે ટાળો, ભવજલતારણહાર ... ગુરૂજીવ તમે કષ્ટ અનેક સહીને, કરો દેશ-વિદેશ ફરીને; જૈન ધર્મનો પ્રચાર .. ગુરૂજી
જંબૂ કહે ગુરૂજી તમારી, વાણી લાગે અતિ પ્યારી, હૈયું હર્ષથી ઉભરાય ... ગુરૂજીવ
૫૫ (રાગ- પારેવડા જાજે વીરાના દેશમાં ... )
ગુરૂરાજ રંગે વૈરાગ્યના રંગમાં,
વ્યાપે આનંદ અંગ અંગમાં ... હો ગુરૂરાજવ અમૃતતુલ્ય જિનવાણી સુણાવતા, ગુંથી સ્યાદ્વાદ-સમભંગમાં - હો ગુરૂવ કર્મનો મેલ હરી નિર્મળ બનાવતા, ઝીલાવીને જ્ઞાનગંગમાં - હો ગુરૂવ સદ્બોધ આપી ભવને ઉગારે, જીતાવે મોહના જંગમાં - હો ગુરૂવ જ્ઞાન ને ધ્યાનમાં મગ્ન બનીને, રહેતા વિદ્યાવ્યસંગમાં - હો ગુરૂવ શાસનના સ્તંભ છે ધર્મના ધોરી, નેતા ચતુર્વિધસંઘમાં - હો ગુરૂ જૈન શાસનની જયપતાકા, ફરકાવે દશે દિગંતમાં - હો ગુરૂવ અઢાર સહસ શીલાંગના ધારી, સંયમને પાલે રંગમાં - હો ગુરૂ માયા ને મમતા ત્યાગ કરીને, રમતા સમતાના સંગમાં - હો ગુરૂવ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, આવીને નિત્ય ઉમંગમાં - હો ગુરૂવ ૫૬ (રાગ- આવો આવો હે વીરસ્વામી ... )
ગાવો ગાવો નિત ગુરૂગુણ ગાવો, ધરી ભકિત બહુમાન, ધરી ભકિત બહુમાન સજની, ધરી ભક્તિ બહુમાન .. ગાવો શાંત દાંત મહંત ને ત્યાગી, જ્ઞાની વૈરાગી,
જિનેશ્વરની વાણી સુણાવે, ભાગ્યદશા જાગી ... ગાવો૦ ધર્મતણો જે મર્મ બતાવે, હરવા કર્મો દુર,
ગુરૂવરમુખથી વાણી સુણતાં, ઉલટે આનંદપૂર ... ગાવો
Jain Education International
૩૭
For Private & Personal Use Only
の
૭
८
'
૧
૨
3
www.jainelibrary.org