________________
યોગશાસ્ત્રની વાણી, નિસુણો ભવ્ય પ્રાણી; હર્ષ ધરીને ભાવે... ગુરૂવર૦ ધન્યચરિત્રની રંગે, વાતો સુણીએ ઉમંગે; આનંદરસરેલાવે... ગુરૂવર૦ ધન્ય ધન્ય સદ્ગુરૂરાયા, જંબૂ પ્રણમે છે પાયા; જ્ઞાન અમૃત પીલાવે... ગુરૂવર૦ ૪૯ (આવો આવો હે વીરસ્વામી...). આવો આવો હો સજની સર્વે, ગુરૂવાણી સુણવા; ગુરૂવાણીને સુણવાહર્ષે, ગુરૂવાણી સુણવા.. આવો૦ દેશના અમૃતધારાવરસે, બોધિબીજ સિંચાય; ધર્મતરૂવર આત્મબાગમાં ખીલી પ્રફુલ્લિત થાય... આવો૦ ધર્મતરૂનું ફૂલ મનોહર, સ્વર્ગસુખકહેવાય; ફળ અનુપમ મોક્ષસુખ પણ, પરંપરાથી થાય... આવો૦ જિનરાજાના શૂરવીરસૈનિક, લડે મોહની સાથ; જિનશાસનની જલતી રાખે, જ્યોત સદાએ હાથ... આવો૦ જિનવર સૂરજ અસ્ત થયો છે, નથી કેવળીચંદ; ગુરૂવર દિપકઝગમગ ઝળકે, હર તિમિરના કંદ.. આવો૦ સૂત્ર કહે સિદ્ધાંત પ્રરૂપે, કહે શાસ્ત્રનાં વેણ; જિનવરની વાણી સુણવાની, લાખણી મળી ખણ... આવો પ્રમાદછંડો મોહને ખંડો, મળિયો શિવપુરસાથ; જંબૂકહે આ પુણ્ય આવ્યો, રત્નચિંતામણિ હાથ... આવો૦ ૫૦ (રાગ - જબ તુમહી ચલે પરદેશ...) શ્રીભુવનવિજય ગુરૂરાજ, કરે છે આજ, ઉપદેશ ઉદારા. ઉપકારી ગુરૂજી અમારા. જિનવાણી વીણા વગાડે છે, સૂતા સંસારી જગાડે છે; મહામોહતગી નિદ્રાને દૂર કરનારા... ઉપકારી૦
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org