________________
૦
૦
= ૮૦
ટ
૧
(
A
N
૪૭ (રાગ - લેશો નિસાસા પરણેતરના ...) આવો સાહેલી, વંદન કરીએ, મનમાં ધરી બહુમાન. ગુરૂદેવચરણે નમો. ઉપશમસાગરમાંહિઝીલાવે; ઉપશમરસની ખાણ... ગુરૂદેવ વ્યાખ્યાનમાંહિ, જ્ઞાનઅમૃતને; પીવરાવે ગુણધામ..ગુરૂદેવ દુર્લભ કહી છે, ચાર વસ્તુઓ, સાંભળો ચતુરસુજાણ. ગુરૂદેવ અનંતપુણ્યનો, સંચય થાયતો; મળે મનુષ્યભવસ્થાન. ગુરૂદેવ ભાગ્ય જો હોય તો, પામીએ સુણવા; ગુરૂમુખથી જિનવાણ. ગુરૂદેવ સુણ્યા પછી પણ. શ્રદ્ધા થવી તે; દુર્લભ કરો પ્રમાણ... ગુરૂદેવ) શ્રદ્ધા પછી પણ, દુર્લભ કરણી; ઉત્તરાધ્યયને વાણ... ગુરૂદેવ) ગુરૂ છે દીવો, ઘણું ઘણું જીવો; પ્રગટાવે શ્રદ્ધાન... ગુરૂદેવ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; આપે જે સમ્યજ્ઞાન ... ગુરૂદેવ ૪૮ (રાગ - રખિયાં બંધાવો ભૈયા...) મનમંદિરે વસાવો, ગુરૂવર-વાણી રે; અંતરને અજવાળે, મોહતિમિરને ટાળે. એ તો ખરો છે દીવો... ગુરૂવરવાણી રે. દુર્લભ સદ્ગર સંગા, આંગણે વહે છે ગંગા; રસ ભરીને પીવો. ગુરૂવર૦ બુદ્ધિના આઠ ગુણો ધારણ કરીને સુણો; મનમાં સદાયે બાવો... ગુરૂવર૦ સિંચન કરે ગુરૂરાયા, બોધિનાં બીજ વવાયાં; આતમબાગ ખીલાવે... ગુરૂવર૦ પાંચ અણુવ્રત ભાખે, ત્રણ ગુણવતદાખે શિક્ષાવ્રતો સમજાવે... ગુરૂવર૦ બતાવશ્રાવકકરણી, શિવમંદિરની નિસરાણી; દેશવિરતિ બનાવેગુરૂવર૦
૩ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org