________________
છે .
=
0
ઉપશમથી ક્રોધ નિવારે છે, મદ આઠ મહામુનિ વારે છે; માયાને લોભ કષાય પરિહરનારા..મળિયા છે૦ ભવભ્રમણાથી ઉગારે છે, ભવજલથી પાર ઉતારે છે; નિવારે છે ગતિચારતણી ઘટમાળા... મળિયા છે. દેવ-ગુરૂ-ધર્મનું શરણ કરો, વીતરાગની વાણી દિલધરો; જંબૂકહે અંતરપાવન થાય અમારાં... મળિયા છે૦ ૨૦ (લાખ લાખ દીવડાની આરતી ઉતારજો ...) લાખ લાખ બોધભરી વાણી સુણાવજો, વચનો તમારાં ગુરૂરાય ... વરસે છે વૃષ્ટિ આનંદની. અંતરતિમિર હરી જ્યોતિ પ્રગટાવજે, જ્ઞાનપ્રકાશ ફેલાય ... વરસે છે૦ મિથ્યાત્વવાસનાનાં મૂલો ઉખાડજો, સમકિત સુખડીનો સ્વાદ ચખાડજો; શ્રોતાનાં દિલડાંહરખાય... વરસે છે૦ કોપભુજંગતણું વિષ ઉતારજો, દિલમાં ક્ષમાનાં ઝરણાં કરાવજો, સમતાસાગરમાં ઝીલાય... વરસે છે૦ મનમંદિરમાંથી માનહઠાવજો, વિનયનો દીવોહૃદયે પ્રગટાવજો, વિવેકનયનો ખોલાય....વરસે છે૦ માયાને દૂર કરી સરલ બનાવજો, ધર્મનાં બીજો હૃદયમાં વાવજો, ચિત્ત પ્રફુલ્લિત થાય..વરસે છે૦ લોભને દૂર કરી સંતોષસ્થાપજો, સંસારવૃક્ષનાં મૂલોને કાપજો, શાશ્વતા સુખો પમાય...વરસે છે૦ ભવઅનંતના તાપ શમાવજો, ધર્મની ભાવના દિલમાં જગાવજો, સંસાર પારતરાય..વરસે છે૦ જ્ઞાનનો દીવો દિલમાં પ્રગટાવજો, આત્મઆનંદની હેરોલ્હેરાવજો, જંબૂના ભવદુ:ખ જાય...વરસે છે
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org