________________
0.001 ફૂલ-આમ સ્તોકાલય
—૩ આલાપક છે. સર્વ મળીને ૧૩+૧૨+૧૨+૨૬૦+
၄၄
૨૦ બોલની અપેક્ષાએ -
૩૫+ ૩૯+૬૩૬+૩+૩+૩+૩=૧૦૧૯ આલાપક થાય છે.
[૬] ચરમ-અચરમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧૦
પ્રશ્ન-૧ઃ હે ભગવન્ ! રત્નપ્રભાપૃથ્વી શું (૧) ચરમ છે, (૨) અચરમ છે, (૩) અનેક ચરમ છે, (૪) અનેક અચરમ છે, (૫) ચરમાંત પ્રદેશો રૂપ છે કે (૬) અચરમાંત પ્રદેશો રૂપ છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં ચરમ, અચરમ આદિ એક પણ વિકલ્પ નથી. વિભાગની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વી (૧) એક અચરમ, (૨) અનેક ચરમ, (૩) ચરમાંત પ્રદેશો રૂપ, (૪) અચરમાંત પ્રદેશો રૂપ છે. (૧) ચરમ – અંતિમ વિભાગ. કોઈ પણ વસ્તુના કે સ્થાનનો અંતિમ વિભાગ. (૨) અચરમ – કોઈ પણ વસ્તુ કે સ્થાનનો મધ્યવર્તી વિભાગ. (૩) અનેક ચરમ – અનેક અંતિમ વિભાગો.
ww
(૪) અનેક અચરમ – અનેક મધ્યવર્તી વિભાગો. (૫) ચરમાંત પ્રદેશો – અંતિમ વિભાગોના પ્રદેશો. (૬) અચરમાંત પ્રદેશો – મધ્યવર્તી વિભાગના પ્રદેશો
-
-
દ્રવ્યની અપેક્ષાએ કોઈ પણ વસ્તુ કે સ્થાન એક અખંડ રૂપ છે તેથી તેમાં ચરમ-અચરમ આદિ કોઈ પણ વિભાગ થતા નથી.
વિભાગ અપેક્ષાએ– રત્નપ્રભાપૃથ્વી આદિ કોઈ પણ સ્થાન કે વસ્તુ અસંખ્ય પ્રદેશાત્મક છે તેથી તેમાં અનેક વિભાગો થઈ શકે છે, તેમજ કલ્પિત પણ કરી શકાય છે. તે સ્થાનના ખૂણાઓરૂપ અંતિમ વિભાગો ચરમ કહેવાય, મધ્યવર્તી વિભાગ અચરમ કહેવાય, ચરમ વિભાગોના પ્રદેશો ચરમાંત પ્રદેશો કહેવાય અને અચરમ વિભાગના પ્રદેશો અચરમાંત પ્રદેશો કહેવાય છે.
રત્નપ્રભાપૃથ્વી આદિ લોકના કોઈ પણ ગોળાઈવાળા સ્થાનો કિનારા પર સીધા નથી અર્થાત્ સમચક્રવાલ પરિધિવાળા નથી, પરંતુ વિષમચક્રવાલ પરિધિવાળા એટલે દંતાકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org