________________
02C0C0
GU Oા )
10) C )
પ્રિણાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ , ક બ પ્રજ્ઞાપના–જી
જ ૪૭ | ગુણ અને (૬) અનંત ગુણ; આ છ સ્થાનથી હીનાધિકતા થાય છે, તેથી વર્ણાદિની અપેક્ષાએ તે છઠ્ઠાણવડિયા છે. તિપ્રદેશી ઔધના અનંત પર્યાયો છે. એક ક્રિપ્રદેશ સ્કંધ, બીજા દ્વિપ્રદેશી સ્કંધ સાથે- (૧) દ્રવ્યથી તુલ્ય (૨) પ્રદેશથી તુલ્ય (૩)અવગાહનાથી તુલ્ય હોય અથવા એક પ્રદેશ હીનાધિક હોય છે. જો બંને દ્વિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશ પર અથવા બે આકાશ પ્રદેશ પર અર્થાત્ સમાન આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો અવગાહનાથી તુલ્ય હોય અને એક સ્કંધ એક આકાશપ્રદેશ પર અને બીજો સ્કંધ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો પહેલો સ્કંધ, બીજા સ્કંધથી એક પ્રદેશ હીન અને બીજો સ્કંધ, પહેલા સ્કંધથી એક પ્રદેશ અધિક હોય છે. (૪) સ્થિતિથી ચીટ્ટાણવડિયા છે, વર્ણાદિથી અને ચાર સ્પર્શથી છઠ્ઠાણવડિયા છે. આ રીતે ઢિપ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે.
આ જ રીતે ત્રિપ્રદેશથી દશ પ્રદેશ સ્કંધના અનંત પર્યાયો છે. તેમાં અવગાહનામાં એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. જેમ કેત્રિપ્રદેશીસ્કંધો એક, બે અથવા ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત થઈ શકે છે. તે સ્કંધો સમાન આકાશપ્રદેશ પરસ્થિત હોય, તો અવગાહનાથી તુલ્ય અને જો સમાન આકાશપ્રદેશ પર સ્થિત ન હોય તો તેમાં એક કે બે પ્રદેશની હીનાધિકતા થાય છે. તે જ રીતે દશ પ્રદેશી સ્કંધ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ આકાશપ્રદેશ પસ્થિત થઈ શકે છે. જો તે સ્કધ કોઈ પણ સમાન આકાશ પ્રદેશ પરસ્થિત થાય, તો તે સ્કંધો અવગાહનાથી તુલ્ય થાય અને જો તે સ્કંધો સમાન આકાશ પ્રદેશ પર સ્થિત ન હોય, તો તેમાં અવગાહનાથી એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. જેમ કે એક દશ પ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશ સ્થિત હોય અને બીજો સ્કંધ દશ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો પહેલો સ્કંધ, બીજાની અપેક્ષાએ નવ પ્રદેશ હીન અને બીજો સ્કંધ, પહેલાની અપેક્ષાએ નવ પ્રદેશ અધિક હોય છે.
જો એકરૂંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ બે પ્રદેશ પર સ્થિત હોય, તો એક પ્રદેશની હીનાધિકતા થાય,
જો એકઔધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ ત્રણ પ્રદેશ પર સ્થિત હોય, તો બે પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ ચાર પ્રદેશ પર સ્થિત હોય, તો ત્રણ પ્રદેશની હીનાધિકતા થાય,
જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ પાંચ પ્રદેશ પર સ્થિત હોય, તો ચાર પ્રદેશની હીનાધિકતા થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org