________________
SC
- છ છછ દાદ
ર ફૂલ–આમ્ર સ્તોકાલય| આર્ય છે. તેના છ પ્રકાર છે– (૧) અંબઇ (૨) કલિંદ (૩) વિદેહ (૪) વેદગ (૫) હરિત (૬) ચંચુણ. પ્રશ્ન-૮ઃ કુળ આર્ય કોને કહેવાય? ઉત્તર- જે મનુષ્યોની પિતૃવંશ પરંપરા શ્રેષ્ઠ અને સજ્જનોને સંમત હોય, તે કુળ આર્ય છે, તેના છ પ્રકાર છે– (૧) ઉગ્ર કુળ (૨) ભોગ કુળ (૩) રાજન્ય કુળ (૪) ઇક્વાકુ કુળ (૫) જ્ઞાત કુળ (૬) કૌરવ કુળ. પ્રશ્ન-૯ઃ કર્મ આર્ય કોને કહેવાય? ઉત્તર- સજ્જન પુરુષોને યોગ્ય અહિંસા પ્રધાન આજીવિકાથી જીવન ચલાવે, તે કર્મઆર્ય છે, જેમ કે કાપડનો વ્યાપાર, વાસણનો વ્યાપાર, વાહનનો વ્યાપાર વગેરે. પ્રશ્ન–૧૦ઃ શિલ્પ આર્ય કોને કહેવાય? ઉત્તર– અહિંસા પ્રધાન આર્યશિલ્પ–કારીગરીથી આજીવિકા ચલાવે, તે શિલ્પાર્ય છે. જેમ કે- દરજી, સુથાર, લુહાર, કુંભાર, ચિત્રકાર વગેરે. પ્રશ્ન–૧૧ઃ ભાષા આર્ય કોને કહેવાય? ઉત્તર– સજ્જન પુરુષોને યોગ્ય આદર સૂચક ભાષાનો પ્રયોગ કરે, તે ભાષા આર્ય છે. ભગવાન મહાવીરના સમય પ્રમાણે બોલવામાં અર્ધમાગધી ભાષાનો અને લેખનમાં બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરે, તે ભાષા આર્ય છે. પ્રશ્ન-૧૨ઃ જ્ઞાન આર્ય કોને કહેવાય? ઉત્તર– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનમાંથી કોઈ પણ જ્ઞાનના ધારક મનુષ્યો જ્ઞાન આર્ય કહેવાય છે. પ્રશ્ન-૧૩ઃ દર્શન આર્ય કોને કહેવાય? ઉત્તર– સમ્યગ્દર્શનયુક્ત મનુષ્યોને દર્શન આર્ય કહેવાય છે. તેના બે ભેદ છે(૧) સરાગ દર્શનાર્ય (૨) વીતરાગ દર્શનાર્ય. ચોથાથી દશમા ગુણસ્થાનવર્તી સમકિતી મનુષ્યો સરાગ દર્શનાર્ય છે. અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી સમકિતી મનુષ્યો વિતરાગ દર્શનાર્ય છે. પ્રશ્ન-૧૪ઃ સરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર– સમ્યકત્વની દશ સચિની અપેક્ષાએ તેના દશ ભેદ છે(૧) નિસર્ગ રુચિ– અન્યના ઉપદેશ વિના જાતિસ્મરણાદિ જ્ઞાનના નિમિત્તે સ્વયમેવ ધર્મ શ્રદ્ધા થાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org