________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત
*******·
[૧] આય-અનાર્ય મનુષ્યો
૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧
પ્રશ્ન-૧ઃ હે ભગવન્! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોના કેટલા પ્રકાર છે?
-
ઉત્તર– હે ગૌતમ ! બે પ્રકાર છે– (૧) આર્ય મનુષ્યો અને (૨) અનાર્ય મનુષ્યો. પ્રશ્ન—૨: અનાર્ય મનુષ્ય કોને કહેવાય ?
ઉત્તર– જે મનુષ્યોના વાણી, વર્તન-વ્યવહાર સજ્જન પુરુષોને યોગ્ય ન હોય, તે અનાર્ય મનુષ્ય કહેવાય છે.
પ્રશ્ન—૩: આર્ય મનુષ્ય કોને કહેવાય ?
ઉત્તર– જે મનુષ્યોના વાણી, વર્તન-વ્યવહાર સજ્જન પુરુષોને યોગ્ય હોય, જે છોડવા યોગ્ય કાર્યોનો ત્યાગ અને આચરણ કરવા યોગ્ય કાર્યનો સ્વીકાર કરતા હોય, તે આર્ય કહેવાય છે. આર્ય મનુષ્યના બે પ્રકાર છે– (૧) ઋદ્ધિ પ્રાપ્ત આર્ય (૨) ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય.
પ્રશ્ન-૪: ઋદ્ધિપ્રાપ્ત આર્ય કોને કહેવાય ?
ઉત્તર– વૈક્રિય આદિ લબ્ધિ અને ઋદ્ધિથી સંપન્ન મનુષ્યો ઋદ્ધિપ્રાપ્ત આર્ય કહેવાય છે. તેના છ પ્રકાર છે–(૧) તીર્થંકર (૨) ચક્રવર્તી – છ ખંડના અધિપતિ (૩) બલદેવ (૪) વાસુદેવ–ત્રણ ખંડના અધિપતિ (૫) ચારણ (જંઘાચારણ, વિદ્યાચારણ) (૬) અને વિદ્યાધર.
પ્રશ્ન-૫ઃ ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય કોને કહેવાય?
ઉત્તર— વૈક્રિયાદિ લબ્ધિ કે ઋદ્ધિથી રહિત મનુષ્યોને ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય કહે છે. તેના નવ ભેદ છે– (૧) ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩) કુળ આર્ય (૪) કર્મ આર્ય (૫) શિલ્પ આર્ય (૬) ભાષા આર્ય (૭) જ્ઞાન આર્ય (૮) દર્શન આર્ય (૯) ચારિત્ર આર્ય. પ્રશ્ન-૬ : ક્ષેત્ર આર્ય કોને કહેવાય ?
Jain Education International
ઉત્તર— જે ક્ષેત્રમાં અરિહંત આદિ ઉત્તમ પુરુષો જન્મ ધારણ કરે છે, તેવા ક્ષેત્રમાં જન્મેલા મનુષ્યોને ક્ષેત્રાર્ય કહે છે. ભરત ક્ષેત્રના ૩૨,૦૦૦ દેશ છે, તેમાં સાડા પચીસ આર્ય દેશ છે, શેષ સર્વ દેશો અનાર્ય ક્ષેત્ર છે.
પ્રશ્ન-૭: જાતિ આર્ય કોને કહેવાય ?
ઉત્તર– જે મનુષ્યોની માતૃવંશ પરંપરા શ્રેષ્ઠ અને સજ્જનોને સંમત હોય, તે જાતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org