________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે શ શ શ શ . શ શ ૨૧૯
જબૂદીપની મધ્યમાં અને અસંખ્યદ્વીપ-સમુદ્રોની પણ મધ્યમાં એક લાખ યોજન ઊંચો મેરુ પર્વત છે. જબદ્રીપના ક્ષેત્રો– મેરુપર્વતની દક્ષિણ દિશામાં ભરતક્ષેત્ર છે અને ઉત્તર દિશામાં ઐરાવતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રની મર્યાદા કરનાર ચુલહિમવંત પર્વત અને ઐરાવતક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વત છે. ચુલહિમવંત પર્વતની ઉત્તર દિશામાં હેમવય ક્ષેત્ર અને શિખરી પર્વતની દક્ષિણ દિશામાં હેરણ્યવયક્ષેત્ર છે. હેમવયક્ષેત્રની મર્યાદા કરનાર મહાહિમવંત પર્વત અને હરણ્યવયક્ષેત્રની મર્યાદા કરનાર રુક્મિ પર્વત છે. મહાહિમવંત પર્વતની ઉત્તર દિશામાં હરિયાસ ક્ષેત્ર અને રુક્મિ પર્વતની દક્ષિણ દિશામાં રમ્યવાસ ક્ષેત્ર છે. હરિવાસક્ષેત્રની મર્યાદા કરનાર નિષધ પર્વત અને રમ્યવાસ ક્ષેત્રની મર્યાદા કરનાર નીલવંત પર્વત છે. વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં મેરુપર્વતની દક્ષિણ દિશામાં દેવકુરુક્ષેત્ર અને ઉત્તર દિશામાં ઉત્તરકુરુક્ષેત્ર છે.
આ રીતે બૂદ્વીપમાં મનુષ્યોને રહેવાના ક્ષેત્રો છે. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર અને એક મહાવિદેહ ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો અને એક હેમવયક્ષેત્ર, એક હરણ્યવયક્ષેત્ર, એક હરિવાસ ક્ષેત્ર, એક રમ્યકવાસક્ષેત્ર, એક દેવકુરુક્ષેત્ર, એક ઉત્તરકુરુક્ષેત્ર, આ છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. ધાતકીખંડના ક્ષેત્રો :- ધાતકીખંડનો આકાર ચૂડી જેવો છે. ઉત્તર-દક્ષિણમાં ઈષકાર પર્વતો છે, તેના કારણે તેના બે વિભાગ થાય છે– પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ. તેમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં એક-એક ૮૪૦૦૦ યોજના ઊંચા અને સર્વાગ્ર ૮૫૦૦૦ યોજનના મેરુ પર્વત છે. આ રીતે ધાતકી ખંડમાં બે મેરુપર્વત છે. મનુષ્યને રહેવાના ક્ષેત્રો પણ જંબૂદ્વીપના ક્ષેત્રોથી બમણા છે. ધાતકીખંડમાં બે ભરત ક્ષેત્ર, બે ઐરાવત ક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર આ છ કર્મભૂમિના ક્ષેત્રો અને બે હેમવયક્ષેત્ર બે હેરણ્યવયક્ષેત્ર, બે પરિવાસક્ષેત્ર, બે રમકવાસ ક્ષેત્ર, બે દેવકુરુક્ષેત્ર, બે ઉત્તરકુરુક્ષેત્ર, આ બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. પુષ્કરાદ્ધ દ્વીપના ક્ષેત્રો – તેમાં પણ ધાતકીખંડની જેમ જ બે મેરુપર્વત, છ કર્મભૂમિના ક્ષેત્રો અને બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે.
પ૬ અંતરદ્વીપ – ચૂલ્લહિમવંત પર્વતની પૂર્વ અને પશ્ચિમ કિનારાથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં જતાં ક્રમશઃ સાત-સાત અંતરદ્વીપ છે. આ રીતે ૭૪૪ વિદિશા = ૨૮ અંતરદ્વીપ અને શિખરી પર્વતના પૂર્વ-પશ્ચિમ કિનારાથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં જતાં ક્રમશઃ સાત-સાત અંતરદ્વીપ છે. આ રીતે ૭૪૪ = ૨૮ અંતરદ્વીપ. ૨૮+૨૮ = પદ અંતરદ્વીપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org