________________
૨૮૪૪
ફૂલ-આમ સ્તોકાલય
તે
અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યમાં જંબુદ્રીપ છે. તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકીખંડ, તેને ફરતો કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. પુષ્કર દ્વીપની મધ્યમાં મનુષ્ય ક્ષેત્રની મર્યાદા કરનારો માનુષોત્તર પર્વત છે. તેના કારણે પુષ્કર દ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર પુષ્કર દ્વીપ અને બાહ્ય પુષ્કર દ્વીપ. કાલોદધિ સમુદ્ર તરફનો વિભાગ આવ્યંતર પુષ્કર દ્વીપ છે અને બહારની બાજુનો પુષ્કર સમુદ્ર તરફનો વિભાગ બાહ્ય પુષ્કર દ્વીપ છે.
જંબુદ્રીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપનો અર્ધો વિભાગ- આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપ, આ અઢીદ્વીપ તથા અઢીદ્વીપની મધ્યમાં આવતા લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્ર અઢીદ્વીપ ક્ષેત્ર કહેવાય છે. તે દરેક દ્વીપ-સમુદ્રમાં ચાર-ચાર દ્વાર, પદ્મવર વેદિકા અને વનખંડ છે. આ દ્વીપ-સમુદ્ર પૃથ્વીમય-જલમય, જીવમય અને પુદ્ગલમય છે.
અઢીઢીપ પ્રમાણ- સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું છે. તેમાં મધ્યનો જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો-પહોળો છે. તેની ફરતે રહેલા લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજન છે, તેથી પૂર્વ લવણ સમુદ્રના બે લાખ યોજન અને પશ્ચિમ લવણ સમુદ્રના બે લાખ યોજન થાય, આ રીતે લવણ સમુદ્રના ૨+૨=૪ લાખ યોજન. તેની ફરતે રહેલા ધાતકી ખંડનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના સમુદ્રથી બમણો અર્થાત્ ચાર લાખ યોજન છે તેના પૂર્વ-પશ્ચિમ વિભાગના ચાર-ચાર લાખ યોજન ગણતા આઠ લાખ યોજન થાય. તેની ફરતે રહેલા કાલોદધિ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના દ્વીપથી બમણો અર્થાત્ આઠ લાખ યોજન છે. તેના પૂર્વ-પશ્ચિમ બંને વિભાગના આઠ-આઠ લાખ યોજન ગણતા સોળ લાખ યોજન થાય.
તેની ફરતે રહેલા પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના સમુદ્રથી બમણો અર્થાત્ સોળ લાખ યોજન છે પરંતુ મનુષ્યક્ષેત્રમાં આત્યંતર પુષ્કર દ્વીપની જ ગણના થતી હોવાથી તેનો ચક્રવાલ વિષ્લેભ સંપૂર્ણ પુષ્કર દ્વીપથી અર્ધો અર્થાત્ આઠ લાખ યોજન છે. તેના પૂર્વ-પશ્ચિમ બંને વિભાગના આઠ-આઠ લાખ યોજન ગણતાં સોળ લાખ યોજન થાય.
આ રીતે જંબુદ્રીપના ૧ લાખ યોજન + લવણ સમુદ્રના ૪ લાખ યોજન + ધાતકી ખંડના ૮ લાખ યોજન + કાલોદધિ સમુદ્રના ૧૬ લાખ યોજન + આવ્યંતર પુષ્કર દ્વીપના ૧૬ લાખ યોજન = ૪૫ લાખ યોજન થાય છે. સંસ્થાન સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્રનું સંસ્થાન ગોળ થાળીના આકારનું છે. ક્ષેત્રો– મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ = ૧૦૧ ક્ષેત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org