________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ હતી ર , જી ૨૦૧] પ્રશ્ન-૨: કેવળી ભગવાન સમુદ્દઘાત શામાટે કરે છે? ઉત્તર- જે કેવળી ભગવાનના આયુષ્ય કર્મની સ્થિતિ અલ્પ હોય અને વેદનીય, નામ, ગોત્ર કર્મની સ્થિતિ અને અનુભાગ અધિક હોય, ત્યારે ચારે અઘાતી કર્મોની સ્થિતિને સમાન કરવા માટે સમુઠ્ઠાત કરે છે. પ્રશ્ન–૩: શું સર્વ કેવળી ભગવાન સમુદ્દઘાત કરે છે? ઉત્તર- ના–જે કેવળી ભગવાનના અઘાતી કર્મોની સ્થિતિ વિષમહોય અને જેને છ માસથી ન્યૂન આયુષ્યકર્મ શેષ હોય, ત્યારે કેવળજ્ઞાન થયું હોય તે કેવળી ભગવાન જ આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં સમુદ્દઘાત કરે છે.
તીર્થકરો કેવળી સમુદ્યાત કરતા નથી, તે ઉપરાંત જેનું છમાસ કે તેનાથી કંઈક અધિક આયુષ્ય શેષ હોય, ત્યારે કેવળજ્ઞાન થયું હોય તે કેવળી ભગવાન સમુઘાત કરતા નથી અને જેના ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન હોય તે કેવળી ભગવાન પણ સમુદ્યાત કરતા નથી. પ્રશ્ન-૪ઃ કેવળી સમુઘાતની કાલમર્યાદા કેટલી છે? ઉત્તર– તેની કાલમર્યાદા આઠ સમયની છે. તેમાં પ્રથમ સમયે આત્મપ્રદેશોને દંડના આકારે, બીજા સમયે કપાટના આકારે, ત્રીજા સમયે પૂરિત મંથાનના આકારે વિસ્તૃત કરે છે. ચોથા સમયે ખૂણા પૂરિત કરીને આત્મપ્રદેશોને લોકવ્યાપી બનાવે છે. પાંચમા સમયે ખૂણાનું હરણ કરે, છઠ્ઠા સમયે પૂરિત મંથાન સહરે, સાતમે સમયે કપાટ સંહરે અને આઠમા સમયે દંડનું હરણ કરીને શરીરસ્થ થઈ જાય છે. પ્રશ્ન–૧ઃ કેવળી સમુઘાતમાં ક્યા યોગનો પ્રયોગ થાય છે? ઉત્તર- તેમાં મનોયોગ કે વચનયોગનો પ્રયોગ થતો નથી. પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયોગ; બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ; ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે. પ્રશ્ન-દ: કેવળી સમુદ્દઘાતના લોકવ્યાપી બનેલા ચરમ નિર્જરાના પુદ્ગલોને છઘસ્થ મનુષ્યો જાણી શકે છે? ઉત્તર– તે પુગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયનો વિષય બની શકતા નથી તેથી સામાન્ય મતિ-શ્રુતજ્ઞાની છા મનુષ્યો તેને જાણી શકતા નથી પરંતુ વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો તેને અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે. પ્રશ્ન-૭: આવર્જીકરણ એટલે શું? ઉત્તર– આત્માને મોક્ષની સન્મુખ કરવાની પ્રક્રિયાને આવર્જીકરણ કહે છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org