________________
મનોભાવ જેમદહીંનું વલોણુકરતાં નવનીત ઈશુને પીલતા તેનો સુમધુર રસ, ચંદન કાષ્ઠને ઘસતાં તેના સારભૂત મઘમઘાયમાન સુગંધ, પ્રાપ્ત થાય છે. મહાસાગરનું મંથન કરતાં મોતી પ્રાપ્ત થાય છે. કોઈપણ પદાર્થના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે અને તે સવળા પુરુષાર્થના સુપરિણામે સલ્ફળની પ્રાપ્તિ થાય છે.
તે જ રીતે ગહન અને સારભૂત તથા રહસ્યભૂત તત્ત્વોથી ભરેલા, વીતરાગ પ્રભુની વાણી રૂ૫ આગમ ગ્રંથોના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરવા પૂર્વાચાર્યોએ આગમોની અનુપ્રેક્ષાનો અથાગ પુરુષાર્થ કર્યો અને તેના સારભૂત તત્ત્વોને થોકડાના માધ્યમથી જન સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યા.
થોકડા તે આગમોનો સાર છે. થોકડા તે આગમોનું રસાયણ છે.
થોકડા તે આગમોનો અર્ક છે. થોકડા તે આગમોને સમજવાની માસ્ટર કી છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વગેરે આગમોમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે. વિષયોની વિવિધતા સાથે આશિક રૂપે કઠિનતા પણ છે. તે આગમના ભાવો અત્યંત સરળ રીતે માતૃભાષામાં પ્રગટ થાય, તો જનસમાજ આગમના ભાવોને પામી શકે, આ ઉદ્દેશથી શ્રી ભગવતી સૂત્ર સાથે જ ફૂલામ સ્તકાલય (શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ)નું પ્રકાશન થયું. વાચકોનો સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો. અત્યંત અલ્પ સમયમાં તે પુસ્તકનું પુનઃમુદ્રણ કરાવવાની ફરજ પડી.
જન સમાજમાં જ્ઞાનરુચિ કંઈક અંશે વિકસિત થઈ હોય તેવું પ્રતીત થાય છે. લોકોની જ્ઞાન રુચિને તૃપ્ત કરવા માટે સુયોગ્ય સાહિત્ય પ્રકાશન અનિવાર્ય બની જાય છે. યેનકેન પ્રકારેણ જિનવાણીને ઘર—ઘર ગૂંજતી કરવી છે, તે એક માત્ર ભાવનાથી અમે ૧૦૧થોકડાના થોક સંગ્રહમાં ન હોય તેવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું સંકલન કર્યું અને આજે તેનું પ્રકાશન થઈ રહ્યું છે તેનો અમોને આનંદ છે. આ પુસ્તક પ્રકાશનની પાવનપળે ગુરુવર્યોની પરોક્ષ પ્રેરણા અને અસીમ
| 31 .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org