________________
પ્રાપના-જીવા
Co૮૦૨૮૦. U GUJ GU
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત . મન છે મ ણ ૧૭૯ શરીરને ટકાવી રાખવા માટે શરીર યોગ્ય પુગલો નિરંતર ગ્રહણ કરે છે તેથી તે આહારક જ હોય છે. તેમ છતાં ચાર અવસ્થામાં તે અનાહારક હોય છે.
(૧) વિગ્રહગતિમાં (૨) કેવળી સમુદ્દઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં (૩) અયોગી અવસ્થામાં અને (૪) સિદ્ધાવસ્થામાં.
ઉપરોક્ત ૧૩દ્વારના ૬૯ બોલમાં જે જે બોલમાં અનાહારકપણાની ચાર અવસ્થામાંથી કોઈ પણ અવસ્થા ઘટિત થતી હોય, તે જીવ અનાહારક અને તે સિવાયના જીવો આહારક છે.
૨૪ દંડકના એક-એક જીવમાં એક સમયે આહારક અથવા અનાહારક, કોઈ પણ એક જ અવસ્થા હોય છે.
એક દંડકના અનેક જીવોમાં કેટલાક જીવો આહારક, કેટલાક જીવો અનાહારક હોય છે. કેટલાક બોલમાં અનાહારક જીવો હંમેશાં ન હોય, કેટલાક બોલમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો હંમેશાં નહોય, આ રીતે વિવિધ વિકલ્પો થાય છે. અભેગક – જે બોલમાં આહારક અને અનાહારક બંને પ્રકારના અનેક જીવો હંમેશાં હોય, તે જીવોમાં અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક કહેવાય છે. ત્રણ ભંગ – જે બોલમાં આહારક જીવો હંમેશાં હોય અને અનાહારક જીવો હમેશાં ન હોય, તે બોલમાં ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આહારક. (૨) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક. (૩) અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. છ ભંગ – જે બોલમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો હમેશાં ન હોય અર્થાત્ બને અશાશ્વત હોય; તે બોલમાં છ ભંગ થાય છે.
(૧) સર્વ જીવો આહારક હોય (ર) સર્વ જીવો અનાહારક (૩) એક જીવ આહારક, એક જીવ અનાહારક (૪) એક જીવ આહારક, અનેક જીવો અનાહારક (૫) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક () અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. ૧. જીવ તાર – સમુચ્ચય અનેક જીવો અને પાંચ સ્થાવર જીવોમાં વિગ્રહગતિવાળા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તેમાં અનેક જીવો આહારક અને અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org