________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે
જે ૧૭૫ કદાચિત્ શ્વાસ લે છે અને (૧૨) કદાચિત્ મૂકે છે. આ બારે ક્રિયાઓ સર્વાત્મપ્રદેશોથી જ થાય છે અને તે બાર ક્રિયામાંથી એકથી ચાર બોલ અનાભોગ આહારની અપેક્ષાએ, ૫ થી ૮બોલ પર્યાપ્ત બોલની અપેક્ષાએ અને ૯ થી ૧૨ બોલ અપર્યાપ્ત જીવોની અપેક્ષાએ છે. () કેટલા ભાગનો આહાર- ૨૪ દંડકના જીવો ગ્રહણ કરેલા પુગલોમાંથી અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનું આસ્વાદન કરે છે. જેમ ગાય આદિ એક સાથે ઘણું ઘાસ મોઢામાં લે છે પરંતુ તેમાંથી કેટલુંક ઘાસ પડી જાય છે. ગ્રહણ કરેલા ઘાસમાંથી કેટલોક ભાગ આહાર રૂપે અંદર જાય અને તેમાંથી થોડાક ભાગનું જ આસ્વાદન થાય છે. બીજો ભાગ આસ્વાદન કર્યા વિના જ શરીર રૂપે પરિણત થાય છે. (૭) સર્વ–૨૪ દંડકના જીવો જ આહારના પુગલો લોમાહાર રૂપે ગ્રહણ કરે છે તે સંપૂર્ણપણે પરિણત થઈ જાય છે અને પ્રક્ષેપાહાર રૂપે ગ્રહણ થતાં પુદ્ગલોમાંથી કેટલોક ભાગ નાશ પામે છે અને કેટલોક ભાગ પરિણત થાય છે. નારકી, દેવતા અને એકેન્દ્રિય જીવોને લોમાહાર જ છે તેથી સંપૂર્ણ પણે પરિણત થાય અને વિકલેજિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યોનો લોમાહાર પૂર્ણપણે પરિણત થાય અને પ્રક્ષેપાહારમાંથી કેટલોકભાગ(સંખ્યાતા હજારો ભાગ) નાશ પામી જાય અને કેટલોક ભાગ (સખ્યાતમો ભાગ) પરિણત થાય છે. (૮) પરિણામ- નારકીનો આહાર પંચેન્દ્રિયપણે અને અશુભપણે પરિણત થાય, દેવોનો આહાર પંચેન્દ્રિયપણે અને શુભપણે પરિણત થાય, ઔદારિકના દશ દંડકના જીવોનો આહાર પોતાની જેટલી ઇન્દ્રિયો હોય, તે રૂપે અને શુભાશુભ રૂપે પરિણત થાય. (૯) એકેન્દ્રિયાદિ શરીર દ્વાર– ૨૪ દંડકના જીવો પૂર્વ પર્યાયની અપેક્ષાએ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય શરીરના પુદ્ગલોને ગ્રહણ કરે અને વર્તમાન પર્યાયની અપેક્ષાએ પોતાની ઇન્દ્રિયો પ્રમાણે પગલોને ગ્રહણ કરે છે. નારકી, દેવતા, તિર્યંચ પચેન્દ્રિયો અને મનુષ્યો પંચેન્દ્રિયના શરીરનો, પાંચ સ્થાવર એકેન્દ્રિયના શરીરનો બેઇન્દ્રિય, બેઇન્દ્રિયના શરીરનો; તે ઇન્દ્રિય, તેઈન્દ્રિયના શરીરનો અને ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિયના શરીરનો આહાર કરે છે. (૧૦) લોમાહાર– નારકી, દેવતા અને પાંચ સ્થાવરો લોમાહારી છે. ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય લોમાહારી અને પ્રક્ષેપાહારી છે. (૧૧) મનોભક્ષી– દેવતાના તેર દંડકના જીવો મનોભક્ષી છે. આહારની ઇચ્છા થાય ત્યારે મનથી જ શુભ પુદ્ગલો ગ્રહણ થઈ જાય અને તેનાથી દેવોને તૃપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org