________________
ક
૧૭૪
COCOSCOS COCOCO
CUS
અનંતગુણ કાળો, આ રીતે ૧૩ પ્રકાર છે. ૨૦ બોલમાં તેર-તેર પ્રકાર થતાં ૨૦૪ ૧૩ = ૨0 બોલ થાય. તે ઉપરાંત આત્મ પ્રદેશો સાથે (૧) સ્પષ્ટ (૨) અવગાઢ (૩) અનંતરાવગાઢ (૪) સૂક્ષ્મ (૫) બાદર () ઉપરથી (૭) નીચેથી (૮) તિરછથી (૯) ગ્રહણકાલના આદિમાં (૧૦) મધ્યમાં (૧૧) અંતમાં (૧૨) સ્વવિષય–પોતાને યોગ્ય (૧૩) આનુપૂર્વીથી-ક્રમશઃ (૧૪) ત્રણ, ચાર, પાંચ કે છદિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે.
આ રીતે સર્વ મળીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલના ૧ર બોલ; ભાવના ર૦ બોલ+ સ્પષ્ટાદિ ૧૪ બોલ (૧+૧+૧૨+૦+૧૪) = ૨૮૮ પ્રકારે આહારના પુદ્ગલો ગ્રહણ થાય છે. તેમાં એકેન્દ્રિય જીવો અલોકના વ્યાઘાતની અપેક્ષાએ ૩,૪,૫ દિશા અને વ્યાઘાત ન હોય, તો દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. નારકીઓનો આહાર– નારકીઓ પ્રાયઃકાળા અને નીલા, આ બે અશુભ વર્ણવાળા, દુર્ગધી ગંધના, તીખો અને કડવો આ બે અશુભ રસવાળા અને કર્કશ, ગુરુ, શીત અને રૂક્ષ આ ચાર અશુભ સ્પર્શ યુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદ્ગલોના વર્ણાદિનો નાશ કરીને અપૂર્વ-અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત કરેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. નારકીઓને તીવ્રતમ પાપના ઉદયે તે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અતૃપ્તિકર રૂપે અને દુઃખરૂપે પરિણત થાય છે.
ભવિષ્યમાં તીર્થંકરાદિ ઉત્તમ પદવી પ્રાપ્ત કરનાર નૈરયિકો ક્યારેક પોતાના શુભ કર્મોદયે અશુભ પુદ્ગલોનો આહાર કરતા નથી. ત્યારે તેણે ગ્રહણ કરેલા પુદ્ગલો શુભ રૂપે પરિણમન પામે છે. દેવોનો આહાર– દેવો પ્રાયઃ વર્ણથી પીળા અને શ્વેતવર્ણના, સુગંધી, ખાટા અને મીઠા રસવાળા અને સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલોનો આહાર કરે છે. આહાર રૂપે ગ્રહણ કરાતા પુદગલોના વર્ણાદિનો નાશ કરી નવા શુભ વર્ણાદિ રૂપે પરિણત થયેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. દેવોના પુણ્યોદયે તે પુગલો ઈષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, તૃપ્તિકર રૂપે અને સુખરૂપે પરિણત થાય છે. ઔદારિકના દશ દંડકના જીવો પોત-પોતાના કર્માનુસાર શુભાશુભ પુગલોને ગ્રહણ કરે છે અને તે ઈષ્ટનિષ્ટ રૂપે સુખ કે દુઃખ રૂપે પરિણમન પામે છે. (૫) સર્વાત્મ પ્રદેશોથી– નારકી આદિ ર૪ દંડકના જીવો (૧) આહાર ગ્રહણ કરે છે, (ર) પરિણમન કરે છે, (૩) શ્વાસ લે છે, (૪) મૂકે છે, (૫) વારંવાર ગ્રહણ કરે છે, (૬) વારંવાર પરિણમન કરે છે, (૭) વારંવાર શ્વાસ લે છે, (૮) વારંવાર મૂકે છે, (૯) કદાચિત્ ગ્રહણ કરે છે, (૧૦) કદાચિત્ પરિણમન કરે છે, (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org