________________
ગોંડલ સંપ્રદાયના ગુરુવર્યોની ભાવાંજલી અંતરના ઉદ્ગાર
(રાગ – દિલ કે અરમાન...)
-
સતિ આપણા યાદ રહી જાય સમણા,
લોગસ્સની સ્તુતિ કરતા ચાલ્યા તમે....સતિ માત–પિતાએ સંસ્કાર દીધા તને,
ધર્મના માર્ગે તમે આવીયા....સતિ
Jain Education International
પ્રાણગુરુએ બીજ રોપ્યા વૈરાગ્યના
તપસ્વી ગુરુ ચરણે ફૂલ્યા ફાલ્યા તમે....સતિ મુક્ત-લીલમ ગુરુણીએ જતન કર્યું,
દીપાવ્યું તેજાણી કુટુંબને તમે....સતિ બેની ઉષા ! તું તો સ્વર્ગે સંચરી,
ત્રિપુટી ભગિની ખંડિત બની આપણી....તિ ગુરુભગિની સાધ્વી પ્રભાબાઈ મ.
અંતરના ભાવ
ઉગ્યો શરદપુનમનો ચાંદ તેજાણી પરિવારે, ખીલ્યો એ લલિતાબેન-સોમચંદભાઈના કુખે, થયો વિકસિત સોળ કળાએ પ્રાણ-તિ પરિવારે, ઝળહળતો પ્રકાશ રેલાયો, મુક્ત-લીલમ બાગે, પથરાયો પ્રકાશ જિનશાસનમાં આગમ પ્રકાશને, અમ ચારિત્રનું ઘડતર કર્યું દીક્ષા-શિક્ષા પ્રદાને, અનંત ઉપકાર કરી, જોડયા અમોને મોક્ષમાર્ગે, શિરછત્ર ચાલ્યું ગયું અચાનક કાળ પ્રહારે, થઈ ગયા ઉદિત ઉષા ગુરુણીમૈયા દિવ્યલોકે, યશદેહે અમર બની ગયો એ ચાંદ મૃત્યુલોકે, અંતરભાવે સ્મરણાંજલી ધરીએ, સ્વામી ! તવ ચરણે, કેવળજ્ઞાનનો પૂર્ણ ચાંદ ખીલે તવ આતમ નભે.
18
આપનું શિષ્યા મંડળ...
For Private & Personal Use Only
www.jainelibrary.org