________________
આત્મભાવમાં સંપૂર્ણ રીતે જાગૃત..ગુરુણીમૈયાને પચ્ચક્ખાણ કરાવવા વિનંતી કરી. પૂ. લીલમબાઈમ.એ અત્યંત ભગ્ન હૃદયે પોતાના જ અંતેવાસી શિષ્યાને નિર્ધામણા કરાવીને અંતિમ આરાધના કરાવી. ‘હું સર્વને ખમાવું છું, હું ગુરુદેવ પાસે જાઉં છું. તેવા ભાવવાહી શબ્દોનું ઉચ્ચારણ, અરિહંત—અરિહંતનું નામ સ્મરણ સ્વયં કરતા કરતા, પૂ. ગુરુણીમૈયા, ગુરુભગિનીઓ, શિષ્યા પરિવાર અને વિશાળ ભક્ત સમુદાયની વચ્ચે ખૂબ જ શાંતિ અને સમાધિપૂર્વક માનવ જીવન અને ગુરુદેવ પ્રદત્ત સંયમી જીવનને સાર્થક બનાવી. વૈશાખ સુદ–૧૪ બુધવાર તા. ૧૪–૪–૨૦૦૩ના સાંજે ૪ ને પાંચ મીનીટે વાગે આરાધક ભાવેઆ નશ્વર દેહનો ત્યાગ કરી. પંચત્વને
પામ્યા.
તેમના પાર્થિવ દેહને રોયલપાર્ક ઉપાશ્રયે દર્શનાર્થે બિરાજિત કર્યો. વૈશાખ સુદ–૧૫ને ગુરુવારે ૧૦.૦૦ કલાકે પાલખી યાત્રાનો પ્રારંભ થયો. સેંકડો શાસનવીરો, સમસ્ત સૌરાષ્ટ્રના સંઘો, બોમ્બેના ભાવિકો, શ્રી મનસુખભાઈ તેજાણી, મહાસુખભાઈ કામદાર, વજુભાઈ, જેઠાભાઈ, ચંદુભાઈવગેરે સમસ્ત તેજાણી પરિવાર જય જય નંદાના નાદ સાથે પાલખી યાત્રામાં જોડાયા. રામનાથપરાની સ્મશાન ભૂમિમાં સંસારી ભાઈ શ્રી ચંદુભાઈ, નવીનભાઈ, કિશોરભાઈ, શશીભાઈ એ સંઘ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો.
તેજાણી પરિવારની ઉષા ઊગી, પોતાનો પ્રકાશ ફેલાવી મૃત્યુલોકમાંથી સ્વર્ગલોકમાં ઉદિત થઈ ગઈ પૂ. મુક્ત-લીલમ પરિવારની મોંઘેરી મૂડી છીનવાઈ ગઈ, ગોંડલ સંપ્રદાય સહિત સમગ્ર જિનશાસનનો ઝળહળતો સિતારો ખરી પડ્યો.
તે દિવગંત અમર આત્મા જિનશાસનને પામે આરાધનાને શીઘ્ર પૂર્ણ કરે તેવી ભાવાંજલી....
–ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
Jain Education International
17
For Private & Personal Use Only
www.jainelibrary.org