SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮} છ છ ક ૧૪૮ Coco Coad હ હ હ ફૂલ-આમ સ્તકાલય Iણ સ્તકાલય - આ જ રીતે આયુષ્યકર્મને છોડીને શેષ સાતે કર્મોની જઘન્ય સ્થિતિ કર્મભૂમિના મનુષ્ય અને મનુષ્યાણી જ બાંધી શકે છે. પ્રશ્ન-૩: હે ભગવન્! આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- સોપક્રમ આયુષ્યવાળા, આયુષ્યબંધના અંતિમ એક આકર્ષ પ્રમાણ આયુષ્યમાં વર્તતા મનુષ્યો કે તિર્યંચો આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ બાંધે છે. પ્રશ્ન-૪ઃ હે ભગવન્! આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચારે ગતિના જીવો બાંધી શકે છે. પ્રશ્ન-૫ઃ હે ભગવન્! કેવા પ્રકારના નારકી કે દેવો સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે? ઉત્તર- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માટે પરિણામોની તીવ્રતા જરૂરી છે, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકારોપયોગવાન, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત્ મધ્યમ પરિણામી, આ આઠ વિશેષણથી યુક્ત નારકી કે દેવ ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કર્મો બાંધે છે. પ્રશ્ન–૬ઃ હે ભગવન્!કેવા પ્રકારના મનુષ્યો અને તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિજ જીવોની સમાન, સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકારોપયોગી, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત મધ્યમ પરિણામી, આ નવ વિશેષણોથી યુક્ત મનુષ્યો અથવા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કમ બાંધે છે. પ્રશ્ન-૭ઃ હે ભગવન્! આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર– હે ગૌતમ! નારકી કે દેવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતા નથી. તિર્યંચો, મનુષ્યો અને મનુષ્યાણી આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધી શકે છે. પ્રશ્ન-૮ઃ હે ભગવન્! કેવા પ્રકારના તિર્યંચો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy