________________
હોય છે, કોઈ દૂરનો હોય છે, કોઈ સુગમ માર્ગ હોય છે, કોઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કોઈ ચાલનાર બાળક હોય છે, કોઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કોઈ રોગી હોય છે, કોઈ નિરોગી હોય છે, કોઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે, તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કોઈને થોડો સમય લાગે છે કોઈને વિશેષ લાગે છે. એમ મોક્ષના માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જેવો જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે.
રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યા વિનાના અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા જીવો તે બાળજીવો છે. તેઓની પરમાત્માના માર્ગ તરફની ગતિ બાળકોના જેવી હોય છે. બાળક જેમ થોડું ચાલે, પાછો બેસી જાય, • તેમ ગ્રંથિભેદ વિનાના, સમ્યફ દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મનો આશ્રય લેનારા બાળ જીવો થોડા માર્ગ તરફ ચાલે, પાછા ઈન્દ્રિયોના વિષયોમાં અટકી પડે અને કોઈ કોઈતો એટલી બધી ક્રોધાદિ કસાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂઆત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અતત્િ કર્મની અને તેમાં મોહનીય કર્મની સ્થિતિ વધારી પણ મૂકે. આવા જીવોની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણ પક્ષી જીવો • છે. તેઓએ રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કર્યો હોય છે, સમ્યક દર્શન પ્રપ્ત કર્યું હોય
છે, ચોથા ગુણસ્થાનમાં કે તેની પણ આગળના ગુણસ્થાનમાં રહેલા હોય છે.
આ સંસારને બાળકોએ બનાવેલા ધૂળના ઘર સમાન કત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાને પ્રબળ ઉત્સાહવાન હોય છે. તેઓની આત્માની વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનોના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસિક ઉત્સાહથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવાં વિઘ્નો
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org