________________
"1
પ્રકરણ અઢારમું (૧૮મું) કીટિકા અને વિહંગમ માર્ગ
પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અક્રમે જાય છે તેમ પરુષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિદ્રપના ચિંતન પ્રત્યે ક્રમે અને અક્રમે પહોંચે છે ૧.’'
મતો મનોવાંત, ઝીટિા, ગુવન, नगस्थं स्वस्थितं ना शुद्धचिद्रप चिंतनं ॥ १ ॥
પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડી ની અને પોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પોપટ પોતાની પાંખોવતી ઊડીને એકદમ ઘણા થોડા વખતમાં તે ફ્ળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આદૃષ્ટાંતે મનુષ્ય પોતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહોંચે છે,ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખોના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળો માર્ગ લીધા સિવાય આકાશી માર્ગે તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ મેળવે છે.
Jain Education International
કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારો માર્ગ તે કીટિકા માર્ગ કહેવાય છે અને કોઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહંગમ માર્ગ છે.
કોઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કોઈ નજીકનો
૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org