________________
કરે છે. વસ્ત્ર ઉપર લાગેલો મેલ અને સોનામાં મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સોના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તે તો બરોબર છે. વસ્ત્ર અને સોનું
ક્યાંઈ ગયું નથી, માટે નકામી હાયવોય શા માટે કરો છો ? તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ જે અંદર છે તે જ બાહર આવશે. અને બહાર આવેલું છે તે આપણું છે જ નહિં. તે ભલે આવ્યું પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારનાં આવેલાં કર્મો તે આપણાં છે જ નહિં, પછી ભલેને તે આંહી રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવાદેવા નથી. આ પ્રમાણે પોતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી નિશ્ચય પોતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બાહારનો અને અંદરનો અન્ય સાથેનો સંબધ જેટલે અંશે ઓછો થાય છે તેટલે અંશે વ્યવહારમાં સોનાની માફક આત્માની વિશુદ્ધિ થાય છે.
अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारत : शध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्तया द्दश 191
श्रीमान यशोविजयजी
- નિશ્ચયનયથી આત્મા લેપાયેલો નથી, વ્યવહારનયથી લેપાયેલો છે. જ્ઞાની
હું લેપાયો નથી' એવી નિર્લેપ દુષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે અને ક્રિયાવાનું “હું લેપાયેલો છું ' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે.
શુદ્ધ ચિદ્રપના સદ્દધ્યાનરૂપ પર્વત ઉપર આરોહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવું અને તે ધ્યાનમાં- તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલંબનનો ત્યાગ કરી નિશ્ચય આત્માસ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઊતરવાનું થાય ત્યારે તરત જ વ્યવહારનું આલંબન લઈ લેવું.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org