________________
સાધનો એક સરખાં હોવા છતાં બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ ફળનો ભેદ પડવાનો જ. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજો શુભ ક્રિયા કરતો હોવાથી પુન્યનો બંધ કરશે.
હે આત્મ દેવ ! વ્યામોહ ઉત્પન્ન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દોષરહિત સુખદાઈ નિશ્વય નામના માર્ગમાં તુ પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, કલેશ, કષાય, શોક, પરાધિનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમકે તે સર્વે દુનિયાની માયામાં છે, પુદ્ગલ દશામાં છે, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં છે. નિશ્ચયનયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી.
ભક્તોનો સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણો, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કાંઈ સંબંધ નથી. આ સર્વ પણ વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેનો પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનનો લય કરવાની જરૂર છે.
કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ પણ પ્રકારે આશુદ્ધ નિશ્ચયનય બીજાનો સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલંબન. લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતો હોવાથી. તે શુદ્ધ આત્માસ્વરૂપની પ્રાપ્તિ કરે છે..
મેલની સોબતથી વસ્ત્ર જેમ મલીન કહેવાય છે, તેમ કર્મના સંબંધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે, તે જ આત્મા નિશ્ચયનયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દ્રવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે, નિશ્ચય નયની અપેક્ષાએ તે જ શુદ્ધ કહેવાય છે.
બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પોતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતો
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org