________________
શુદ્ધ આત્મદ્રષ્ટિવિનાના અને ભયના ખરા ભેદને નહિ જાણનારા મનુષ્યોને મોહરાજાએ ઉન્મત્ત,ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિમૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સૂતેલા આત્મચિંતા વિનાના, મોહમૂછમાં પડેલા દુનિયાના પ્રવાહમાં તણાતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિએ પામેલા અને આકુળ-વ્યાકુળ કરીને પોતાને આધિન કરી લીધા છે.
સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિબળોને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાયોને જેમ પોતાનો વાછડો, ચક્રવાકોને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરોને જેમ સરોવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ મારા હૃદયને પ્રિય
મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ. જેમ ચંદ્ર-સૂર્ય પોતાની અખિલિત ગતિમાં નિરંતર પર્યટન કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખંડ વહ્યા કરે છે. વ્યહવાર અને કાળની ગતિ અવિચ્છિન પણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં જેમ પયયો કાયમ જોડાયેલા રહે છે અને જેમ તીર્થંકરાદિની ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ હું જ્ઞાન-સ્વરૂપ છું એવું અખંડ આત્મભાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિં.
પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન, વચન, કાયાની ક્રિયા મને અત્યંત નિઃસાર દેખાય છે. દરેક ક્ષણે શુદ્ધચિદ્રપના સ્મરણ સિવાય મને કાંઈ બીજું ઉત્તમ લાગતું નથી.
આ બાહ્ય અને અત્યંતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યોના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શોભા, કીર્તિ, રૂપ, પ્રતાપ,
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org