________________
અરે ! સ્વગદિની ઈચ્છાથી સ્વ સ્વરૂપને જાણ્યા વિના મેં અનેક કષ્ટો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયકલેશ સહન કર્યો, શાસ્ત્રો ભણવા પાછળ મહેનત કરવામાં પણ મેં કચાશ ન રાખી, પણ આત્મજાગૃતિ વિના ખારી જમીનમાં બીજ વાવવાની માફક મારો સર્વપ્રયાસ નિષ્ફળ ગયો. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સક્રિયાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરુઓ કર્યા અને મેળવ્યા પણ શુદ્ધ આત્મસ્વરૂપને બતાવનાર, કહેનાર કે જમાડનાર ગુરુની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરુ વિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
આહા ! સચેતન અને અચેતન શુભ દ્રવ્યામાં અનેક વાર મેં પ્રિતી ધારણ કરી પણ પ્રબળ મોહના ઉદયને લીધે જ્ઞાનસ્વરૂપ આત્મામાં મેં ન કરી અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કમ મેં અનેક વાર કર્યો પણ શુદ્ધ આત્માનું ચિંતન કરવાનો વખત મને ન મળ્યો.
પ્રભુની કૃપા થઈ. મોહનો ઉદય મંદ પડયો, સદૂગરનો સમાગમ થયો. આત્મજાગૃતિનો પ્રકાશ પડયો. અજ્ઞાન અંઘકાર ગયો. સન્શાસ્ત્રોનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઈચ્છા વિનાનું થયું. હવે પ્રથમનાં આસક્તિવાળાં સ્થાનો અને પાત્રો મને હળાહળ ઝેર જેવા લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃતિ કરાવનારાં શાસ્ત્રો સારાં લાગે છે. મન પણ વિવિધ ઈચ્છાથી મુકાણું હોવાથી વિકલ્પો વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હું કચાસ નહિ રાખું. આત્મજાગૃતિ થવી તે જ ધર્મની યુવાવસ્થાનો કાળ મારા માટે છે. નિરોગી શરીર, લાંબું આયુષ્ય. અનુકૂળ સંયોગો અને સદ્દગુરુનો સમાગમ, એ આગળ વધવામાં મહાન મદદગારો છે, માટે આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિ રાખું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org