________________
પ્રકરણ ચોથું (૪) વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ
विकलपजालजबाला-निर्गतोय सदा सुखि, आत्मा तव श्चिीतो दुःखि- त्यनुभूयप्रतीयतां ॥१॥
“વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુખી છે આ વાતનો અનુભવ કરીને ખાતરી કરો.” અમને તો ખાતરી છે જ પણ જેને ખાતરી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરવો
વિકલ્પો કરવા તે મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેને જાણવાનો છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટારૂપ પોતાના ધર્મમાં-પોતાના સ્વભાવમાં રહે તો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય તો ત્યાં માર ખાય એ સ્વાભાવિક જ છે. દરેક મનુષ્ય પોતે પોતાના સ્થાનમાં જ શોભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારુ બાબત જેટલી સાચી છે. તેટલી જ આત્માના સંબંધમાં પણ સાચી છે. આત્મા પોતાના સ્વરૂપમાં હોય તે વખતે એ વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિકલ્પોની જાળ તેની આગળ-પાછળ ઊભી કરીને, આ સારું, આ નઠારું, આ મારું, આ પારકું. આ જોઈએ, આ ન જોઈએ, ઈત્યાદિ રાગ ષવાળા વિકલ્પની જાળમાં ફસાવે છે, આત્મભાન ભુલાવે છે. જ્ઞાતા દાપણા રૂપ પોતાનો ધર્મ ભૂલી કર્તા ભોક્તા રૂપે બનેલો આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે. પણ જેમ જેમ વધારે વિકલ્પો કરે છે તેમ તેમ તેનું કોકડું વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org