________________
ગીતિ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ ર્વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભકિતરાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવો, અવલોકયા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કર્યું છે તત્ત્વજ્ઞ. ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સભ્ય જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જયાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણર્મી આત્મસ્વરૂદ્મ ક્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
Jain Education Internatiofar PrivateuRersonal Use Onlyww.nabycie oorg