SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (દોહરા) (૧) જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે નિ ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ Jain Education Internatiofar Private Personal Use Only paidary.org
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy