________________
વીશ દોહરા હે પ્રભુ ! હે પ્રભુ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું ?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
Jain Education Internatiofar Private & Bersonal Use Onlyww seriosciacilrg